Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેલવાસની સિવિલમાં નવજાત બાળકને બાથરૂમમાં મુકી માતા ફરાર, સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું

  • August 25, 2023 

દાનહ સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકને બાથરૂમમાં મુકી માતા ફરાર થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ નવજાત શિશુનું સારવાર દરમિયાન ગણતરીનાં કલાકોમાં જ મોત નીપજ્યું હતું. દાનહ સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં બુધવારે એક મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો હતો. જોકે આ મહિલાએ કોઇ અગમ્ય કારણસર પોતાના નવજાત બાળકને હોસ્પિટલના બાથરૂમમાં ત્યજી દઇ ફરાર થઇ ગઈ હતી.


જોકે હોસ્પિટલનાં સ્ટાફે જ્યારે નવજાત બાળકને બાથરૂમમાં જોતા તાત્કાલિક ડોક્ટર અને સ્ટાફને જાણ કરતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ ધસી આવી હતી. આ નવજાત બાળકનું બુધવારનાં રોજ સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજનાં આધારે અને હોસ્પિટલનાં રેકર્ડનાં આધારે નવજાત બાળકનાં માતા-પિતાની શોધખોળ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application