Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતનાં સરથાણા વિસ્તારમાં નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાને થઈ રૂપિયા 34 લાખની આવક

  • November 17, 2023 

વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક (પ્રાણી સંગ્રહાલય) અને એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે. હાલમાં પડેલા દિવાળી વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબ્જો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રાણી સંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે. લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.



હાલમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકાનું પ્રાણી સંગ્રહાલય (નેચર પાર્ક) હાલ મુલાકાતીઓથી ઉભરાઇ રહ્યા છે. તારીખ 9થી 16 નવેમ્બર દરમિયાન પાલિકાના નેચર પાર્કમાં 86971 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં પણ તારીખ 14 નવેમ્બરના રોજ પાલિકાના નેચર પાર્કમાં સૌથી વધુ 25081 મુલાકાતીઓ આવ્યા હતા. આ દિવસોમાં પાલિકાને 24.71 લાખની આવક થઈ હતી. દિવાળી વેકેશન દરમિયાન પાલ ખાતે પાલિકાના એક્વેરિયમમાં 13451 મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિકાને 11 લાખની આવક થઈ હતી. આમ, દિવાળી વેકેશનના માત્ર નવ દિવસમાં જ સુરત પાલિકાના હરવા ફરવાના સ્થળે લાખ જેટલા લોકો આવતાં પાલિકાને 34 લાખ જેટલી આવક થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application