બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાશે. આગામી તારીખ 13થી 16 જૂન દરમિયાન ગુજરાતની 90થી વધુ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. કેન્સલ કરવામાં આવેલી મોટાભાગની ટ્રેનો સૌરાષ્ટ્રની છે. વેસ્ટર્ન રેલવેએ એક યાદીમાં જણાવ્યું છે કે, 'બિપરજોયને કારણે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેન ખોરવાશે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અનેક ટ્રેન રદ તો કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનો તેમજ સોશિયલ મીડિયા દ્વારા કેન્સલેશન, ડાઇવર્ઝન, રૂટમાં ફેરફારની માહિતી મુસાફરોને સતત આપવામાં આવશે.
અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ-ભુજ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવી છે. મોટા અંતરની જે ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તેમાં પોરબંદર-દાદર, વેરાવળ-ઇન્દોર, પોરબંદર-સિકંદરાબાદ, શાલિમાર-પોરબંદર, પોરબંદર-દિલ્હી-સરાય રોહિલ્લાને સાંકળતા રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આગામી તારીખ 13થી 16 જૂન દરમિયાન અમદાવાદ-વેરાવળ અને વેરાવળ-અમદાવાદની ટ્રેન પણ કેન્સલ કરાઇ છે. તિરુનેવલી-ઓખા, તિરુવનંતપુરમ્ -વેરાવળને અમદાવાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. તારીખ 16મી જૂન સુધી કચ્છ, ઓખા, પોરબંદર, વેરાવળ, રાજકોટ, કાનાળુસ, જામનગર જનારી મોટાભાગની ટ્રેનો રદ અને શોર્ટ ટમનેટ કરી છે.
રેલવે બોર્ડ સ્તરે વાર રૂમની સ્થાપના કરાઈ...
હવાની ગતિ રેલવેનાં ભાવનગર ડિવિઝનમાં પાંચ સ્થળે, રાજકોટમાં આઠ અને અમદાવાદના ત્રણ લોકેશન પર જોવાઇ રહી છે. હવાની ગતિ 50 કિ.મી પ્રતિ કલાકથી વધી જાય તો સ્ટેશન માસ્ટરને ટ્રેન અટકાવવાની કે રેગ્યુલેટ કરવાની સૂચનાઓ અપાઈ છે,
રેલવે ટ્રેક અને બ્રિજ પર સતત દેખરેખ રખાઈ રહી છે. ટ્રેક પર કોઈ વૃક્ષ કે ઓવર હેડ વાયર પડે તો તરત તેને હટાવવામાં આવશે અને આવશ્યક પગલાં લેવાશે. ઉપરાંત વાયરલેસ ફોન અને સેટેલાઇટ ફોન વડે કમ્યુનિકેશન સિસ્ટમ પણ મજબૂત કરવામાં આવી છે,
તારીખ 12મી જૂનથી 16 જૂન સુધી કચ્છ, સૌરાષ્ટ્ર તરફની ટ્રેનો રદ કે શોર્ટ ટમનેટ કરવામાં આવી છે. મુંબઈથી રવાના થનારી સયાજી નગરી અને કચ્છ એક્સપ્રેસ અમદાવાદ સુધી દોડશે,
તારીખ 13થી 15 જૂન દરમિયાન 95 જેટલી ટ્રેનો રદ રહેશે. ટ્રેનની અપડેટ સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ દ્વારા અપાતી રહેશે. સ્ટેશનો પરના સ્ટોલ ખુલ્લા રહેશે જેથી પ્રવાસીઓને ખોરાક-પાણીની સુવિધા મળી રહે. વેસ્ટર્ન રેલવેએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ સવસ સાથે મળીને પ્રવાસીઓને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાની ગોઠવણ પણ કરી છે. કેન્સલ થયેલી ટ્રેનોની ટિકિટનું રિફંડ પ્રવાસીઓને મળી જશે,
રેલવેની હેલ્પ ડેસ્ક ભાવનગર ડિવિઝનમાં ભાવનગર, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ સ્ટેશને, રાજકોટ ડિવિઝનના ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, સુરેન્દ્રનગર અને મોરબી સ્ટેશને રહેશે તેમજ અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ અને ભુજ સ્ટેશને પણ હેલ્પ ડેસ્ક હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500