સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વ્યૂહ પોઇન્ટ 1 ખાતે મોટા 60X25ના એસી ડોમમાં વિવિધ કાર્યક્રમો અને સ્ટોલની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તેવુ તંત્ર દ્વારા જણાવવામાં હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની લાગણી અને માંગણી મુજબ મોન્સૂન મેઘ મલ્હાર 2023નું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 2થી 10 સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવ્યુ હતું. આ 9 દિવસના કાર્યક્રમમાં SOની ટીમે ખૂબ મહેનત કરી અને ખડેપગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તારીખ 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેઘમલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ 10 સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. જેમાં શનિ-રવિની રજા આવી હતી. તેમાં 50થી 60 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નોંધાયા હતા. આ સાથે જન્માષ્ટમીની રાજાઓમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા.
આમ કુલ આ 9 દિવસમાં 2 લાખ કરતા વધુ પ્રવસીઓ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી 90,000 કરતા વધારે પ્રવાસીઓએ મેઘ મલ્હારમાં ભાગ લીધો હોવાનું તંત્ર કહી રહ્યા છે. ડે.કલેક્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સત્તામંડળના શિવમ બારીયાએ જણાવ્યું હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની લાગણી અને માંગણી મુજબ મોન્સૂન મેઘ મલ્હાર 2023નું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 2થી 10 સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવેલુ હતું. અત્યાર સુધી 90,000 કરતા વધારે પ્રવાસીઓએ મેઘ મલ્હારમાં ભાગ લઈને રાજીપો વ્યક્ત કર્યો છે. જેમાં સાંજે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રોજે રોજ યોજાતી કવિઝ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
સમગ્ર આયોજન પ્રવાસીઓએ સફળ બનાવ્યું છે. કેવડિયા એકતા નગર ખાતે વધુ પડતું ચેકીંગ થાય છે. જેને લઈને પ્રવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. પ્રવાસન ધામ મુક્ત મને ફરવાનું સ્થળ હોવું જોઈએ પણ ત્રણ ચાર જગ્યાએ ચેકીંગ જાણે બોર્ડર ક્રોસ કરતા હોય એવો અનુભવ પ્રવાસીઓને થાય છે. મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓને ફ્રી એન્ટ્રી હતી. પણ અનેક સ્થાનિકો સીધા આવતા હોય તેને પણ સુરક્ષા કર્મીઓએ રોકી પરત મોકલ્યા હતા. તો SOU સત્તા મંડળ આ સુરક્ષા ચેકપોસ્ટ ઘટાડે એ જરૂરી બન્યું છે. તેવુ લોકોનુ કહેવું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500