Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટણ જિલ્લામાં 7 હજારથી વધુ વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા,સૌથી વધુ સાંતલપુરમાં જોવા મળ્યાં

  • December 31, 2022 

પાટણ વન વિભાગ દ્વારા વન્ય વિસ્તાર તેમજ જિલ્લામાં વસવાટ કરતાં અને માઈગ્રેટ થતાં પક્ષીઓ તેમજ વન્ય પશુઓની નોંધણી કરી છે. મહેનત અને ધીરજ માંગી લે તેવી આ ગણતરીમાં પાટણ જિલ્લો ડ્રાય ગણાતો અને વન્ય સંપદામાં પાછળ એવા આ જિલ્લામાં 2022માં વર્ષ દરમિયાન જિલ્લા વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ પક્ષીઓની ગણતરી થઈ છે. તેમાં જિલ્લામાં 7 હજાર 772 વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે.




સાંતલપુર તાલુકો આમ તો ઓછા વરસાદ માટે જાણીતો છે, છતાં સાંતલપુર તાલુકામાં 2 હજાર 307 પક્ષીઓ નોંધાયા છે, જે જિલ્લામાં સૌથી વધુ છે. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની ગણતરીમાં જલપ્લાવિત વિસ્તાર નક્કી થાય છે અને જલપ્લાવિત વિસ્તારનો પ્રકાર કેવો હોય છે તો ગામ તળાવ, સરોવર, ડેમ, ચેકડેમ, આડબંધ, વન વિસ્તાર, વાડીલાલ ડેમ, વન તળાવ, નદી ભાગ, હનુમાન ભાગ જંગલ, વિસ્તાર ડેમ સહિત આ બધા સ્પોટ પર પંખીઓની અવરજવર તેમજ પક્ષીઓની વર્તણુક પરથી ગણતરી થતી હોય છે.




પાટણ જિલ્લામાં જે પક્ષીઓની નોંધણી થઈ છે, એ પક્ષીઓની પ્રજાતિની વાત કરીએ તો શિયાળો નાની ડુબકી, ઢોર બગલો, મોટો ધોળો બગલો, આડ/ભગતડુ, ટીટોડી, કાળી કંકણસાર, પેણ, વણ ઓળખાયેલી પેણ, ટીલી વાળી બતક, મોટો ધોળો બગલો, મોટો ધોળો બગલો, ગજપાઉ, વણ ઓળખાયેલ બતક, નાનો કજિયો, કાણી બગલી, સફેદ છાતી કલકલિયો, કબૂતર બગલો, દરિયાઈ બગલો, પીળી ચાંચ ઢાંક, ચમચો, મોટો હંજ, મોટો કાળો જુમ્મસ, ઉજળી પટાઈ, સ્ટેપ ઇગલ, જલ મુરઘો, જલ મુર્ગી, સફેદ કુંજ, ટીટોડી, કાબરો કલકલિયો, રાતાપગ, ઉલટી ચાચ, બગલી, મસ્ત્ય ભોજ આ બધી પ્રજાતિઓ પાટણ જિલ્લામાં જોવા મળી હતી.




જિલ્લાના 9 તાલુકા મુજબ કામગીરી જોઈએ તો રાધનપુર રોડ સાઈડ રેન્જની વાત કરીએ તો જાવંત્રી, સાતુન, ભીલોટમાં માત્ર 61 પંખીઓ જોવા મળ્યા છે. તો ગ્રામવન રેન્જ સાંતલપુર તાલુકામાં જારુસા, શેરપુરા, વારાહીમાં, 173 પક્ષીઓ જોવા મળ્યા હતા. તો સમી તાલુકામાં કર્મચારીઓ દ્વારા જાખેલ, સરસ્વતી નદી, આડબંધ, કોડધા રણ, દાદકા, કોડધા, વેડ, કોડધાવાડીલાલ સાઈડ, અમરાપુર, બાદરગઢ, વિસ્તારમાં 1 હજાર 253 પક્ષીઓ દેખાયા હતા, શંખેશ્વર તાલુકા દ્વારા તારાનગર, શંખેશ્વરમાં ,203 પક્ષીઓ નજર આવ્યાં હતા.




સાંતલપુર તાલુકામાં નોર્મલ રેન્જ રાધનપુર દ્વારા પક્ષી ગણતરીમાં આંતરનેશ, ગોખાંતર 1, રાધનપુર વારાહી હાઇવે નજીક 226 પંખીઓનો વસવાટ છે. જ્યારે વારાહી નોર્મલ રેન્જમાં છાણસરા, જજામ, કોરડા, ઝંડાલા, સીધાડા વિસ્તારમાં સૌથી વધુ 2 હજાર 307 પક્ષીઓ નોંધાયા છે. જ્યારે સાંતલપુર નોર્મલ રેન્જમાં ગરામડી, પીપરાળામાં, 954 પક્ષીઓની નોંધણી થઈ છે. આમ પાટણ જિલ્લામાં પક્ષીઓની ગણતરી જિલ્લા વનરક્ષક બિંદુબેન પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application