Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે તાપી જિલ્લામાં ૬૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓનું ઉત્સાહ અને ભાવભેર સાથે વિસર્જન કરવામાં આવશે, પોલીસની બાઝ નજર રહેશે

  • September 09, 2022 

સોનગઢ અને વ્યારા સહિત જિલ્લાભરમાં ગણેશજીની મૂર્તિઓનું ઉત્સાહ અને ભાવભેર સાથે જુદાજુદા વિસ્તારોમાં કુત્રિમ તળાવો તેમજ કોતરો,નદીઓમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.






પોલીસ દ્વારા ૯ જેટલા કેમેરા દ્વારા વિડીયોગ્રાફી,૧૦ જેટલા ખાનગી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ૧ ડ્રોન કેમેરા દ્વારા પોલીસની બાઝ નજર રહેશે. 

ગણેશ મૂર્તિઓનું વિસર્જન દરમિયાન પોલીસની બાઝ નજર રહેશે. ગણેશયાત્રા અને વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે  પોલીસ દ્વારા ૯ જેટલા કેમેરા દ્વારા વિડીયોગ્રાફી,૧૦ જેટલા ખાનગી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ૧ ડ્રોન કેમેરા દ્વારા પોલીસની બાઝ નજર રહેશે. તાપી જિલ્લાના સોનગઢ,વ્યારા,વાલોડ,ઉચ્છલ,નિઝર,ડોલવણ,કુકરમુંડા સહિતના વિસ્તારોમાં જુદાજુદા ગણેશ મંડળો દ્વારા આજરોજ કુલ ૬૦૦થી વધુ નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન માટેની ઉત્સાહભેર તમામ તૈયારીઓ કરી ડીજેના તાલ સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કાર્ય હાથ ધરાયું છે.ગણેશ મહોત્સવના પ્રારંભે જેટલા ઠાઠમાઠથી વાજતે ગાજતે ઢોલ નગારા અને રાસ ગરબાની રમઝટ સાથે દુદાળાદેવની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ભારે ધામધૂમ અને શ્રદ્ધા સાથે પાર્વતી પુત્ર દુંદાળાદેવ ગણેશની પૂજા-અર્ચના કર્યા બાદ આજે ૦૯મી સપ્ટેમ્બરને શુક્રવાર અનંત ચૌદશના રોજ એટલા જ જોષ, ઉત્સાહ અને ભાવભેર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે સવારથી મોડી સાંજ સુધી શ્રદ્ધાળુઓ દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા બાદ રાત્રી સુધીમાં ઉત્સવની પૂર્ણાહુતિ થશે.




જિલ્લાભરમાંથી કુલ ૬૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓનું ઉત્સાહ અને ભાવભેર સાથે વિસર્જન કરવામાં આવશે

ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વ્યારા અને સોનગઢ વિસ્તારમાં પાલિકાતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કુત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવામાં આવશે, વાલોડમાં ગણેશ મૂર્તિઓનું ટાઉનમાં ગણેશ મંદિર પાછળ આવેલ કુત્રિમ તળાવમાં,બાજીપુરા અને દેગામા ગામની મીંઢોળા નદીમાં, અંબાચ ગામની વાલ્મીકી નદીમાં, શિકેરના નહેરમાં, મોરદેવી, કુંભિયા,કોસંબીયા ગામની ગણેશ પ્રતિમાઓનું ઓવારા ઉપર, શ્યાદલા,તિતવામાં ઓવારા પર, અને બુહારી અને અંધાત્રી ગામની ગણેશ મૂર્તિઓનું પૂર્ણા નદીમાં વિસર્જન કરાશે, ડોલવણમાં ગણેશ પ્રતિમાઓનું મીંઢોળા નદી, પૂર્ણા નદી અને અંબિકા નદીમાં, ઉચ્છલ તાલુકામાં ઝરણપાડા, ભડભૂંજા અને લીંબાસોટીમાં આવેલ કોતરોમાં, ઉકાઈની  ગણેશ મૂર્તિઓનું સોનગઢના કુત્રિમ તળાવમાં, નિઝરમાં ગણેશ પ્રતિમાઓનું હથોડા અને કાવઠા ગામના પુલ પાસે તથા કોતરોમાં વિસર્જન કરાશે, આમ જિલ્લાભરમાંથી કુલ ૬૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓનું ઉત્સાહ અને ભાવભેર સાથે વિસર્જન કરવામાં આવશે.




અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતમાં થતું પ્રદૂષણ અટકાવવા, કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા, જળ સૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવા ના હેતુસર તંત્ર દ્વારા બનાવવામાં આવેલા તમામ કૃત્રિમ તળાવો પર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે બીજી તરફ તાપી પોલીસ દ્વારા પણ આજે શ્રીજી ના વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની અરાજકતા કે પછી અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.





તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

(૧) ૧ એસપી

(૨) ૩ ડીવાયએસપી

(૩) ૯ પીઆઈ

(૪) ૧૦ પીએસઆઈ

(૫) ૨૯૦ પોલીસકર્મીઓ

(૬) ૨૦૫ હોમગાર્ડ જવાન

(૭) ૩૪૯ જીઆરડી જવાન

(૮) ૬૧ ટીઆરબી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application