પાટણ શહેરમાં આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર અને વોર્ડ નં.11માંથી નગરપાલિકાની ચૂંટણી લડનારા અમિતભાઇ પટેલ સંહિત તેમની ટીના 50થી વધુ કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાઈ જતાં ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલે તેમને પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના પૂર્વ નગરસેવિકા મુમતાઝબાનું શેખ પણ થોડો સમય માટે પક્ષ છોડી ગયા હતા તેમણે પણ આજે તેમના સમર્થકો સાથે પુનઃ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને પક્ષને મજબૂત બનાવવા ડૉ. કિરીટભાઇ પટેલને જંગી મતોથી વિજયી બનાવવાના કામે લાગી જવાની ખાત્રી આપી હતી.
પક્ષમાં જોડાયેલા તમામ યુવા કાર્યકરોને કોંગ્રેસની સર્વને સાથે લઇ જોડવાની રાજનીતિ સામે ભાજપના શાસનમાં વધતા જતા અત્યાચાર,બેરોજગારી,મોંઘવારી સહિતના મુદ્દાઓ સામે પ્રજાને જાગૃત કરવા તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો અને કાર્યકરોને જાહેર હિતના કોઇપણ કામમાં હંમેશા પૂર્ણ સહકાર આપવાની ડૉ. કિરીટભાઇએ વિશ્વાસ આપ્યો હતો. આ કાર્યક્રમમાં જાહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ ભાટીયા,પૂર્વ કોર્પોરેટર મધુભાઇ પટેલ,દિપકભાઇ પટેલ,જશુભાઇ ઠક્કર,યુવા અગ્રણી ભાવિક રામી,નબભાઇ શેખ,ભરતભાઈ પટેલ સહિત પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025