લોન આપવાનો દાવો કરતી ગેરમાન્યતા પ્રાપ્ત મોબાઇલ એપથી પરસેવાની કમાણી ગુમાવવી પડી શકે છે. જેમાં ગુજરાતમાં પણ આ પ્રકારની એપ સામે છેલ્લા 3 મહિનામાં 56 ફરિયાદ નોંધાઇ હતી. ડિજિટલ લોન આપનારી ગેરમાન્યતા પ્રાપ્ત મોબાઇલ એપ્લિકેશન્સ સામે સરકારને અઢી હજારથી વધુ ફરિયાદો મળી છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટકમાંથી સૌથી વધુ ફરિયાદોના સમાવેશ થાય છે. આંકડા અનુસાર સરકારને આ પ્રકારની એપ સામે કુલ 2562 ફરિયાદો મળી છે. જેમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 572, કર્ણાટકમાંથી 394 અને દિલ્હીમાંથી 352 ફરિયાદોનો સમાવેશ થાય છે. ગુજરાત આ યાદીમાં 56 ફરિયાદો સાથે સાતમાં સ્થાને છે.
ભારતીય રીઝર્વ બેન્કના અહેવાલ અનુસાર દેશમાં ડિજિટલ લોન આપવાનો દાવો કરતી 600થી વધુ ગેરમાન્યતા પ્રાપ્ત એપ છે. જેના માટે અલગ સુક્ષા એજન્સીઓને તાકીદ કરી દેવામાં આવી છે. તાજેતરમાં આઇટી મંત્રાલય દ્વારા આ પ્રકારની 27 ગેરકાનૂની એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જાણકારોના મતે, ડિજિટલ લોન આપવાનો દાવો કરતી હોય તેની પાસેથી કોઇ પણ આર્થિક વ્યવહારમાં સંકળાતાં અગાઉ તે માન્યતા પ્રાપ્ત છે કે કેમ તેની ખરાઇ કરી લેવી જોઇએ. ઓછા વ્યાજદર, લોનની ચૂકવણીમાં સરળતા જેવી લોભામણી જાહેરાતથી છેતરાઇને ગ્રાહકને પસ્તાવવાનો વારો આવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500