ગાંધીનગર ખાતે આગામી 18થી 22 ઓક્ટોબરના રોજ 50થી વધારે ચાર્ટર્ડ પ્લેન ઉતરશે. ડિફેન્સ એક્સ્પો માટે અમદાવાદ એરપોર્ટ ઉપર વ્યવસ્થાના ભાગરૂપે ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. એક્સ્પોમાં આવનાર ચાર્ટર્ડ અને ફાઇટર પ્લેનના પાર્કિંગ અને કાર્ગોમાં આવનાર ડિફેન્સના સાધનોની સુરક્ષા અંગે સિકયુરિટી એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન ડિફેન્સના જુદાં એરક્રાફ્ટ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે એમ સૂત્રો જણાવે છે. ગત વર્ષે ડિફેન્સ એક્સપો માટે 63 દેશોના 121 પ્રદર્શકો સહિત 973 જેટલાં પ્રદર્શકોએ એક્સપોમાં ભાગ લેવા નોંધણી કરાવી હતી. આ એક્સ્પોમાં દેશ વિદેશના મહાનુભાવોના 50 ચાર્ટર્ડ એરક્રાફ્ટની અવરજવર રહેશે,આ સાથે જુદા જુદા ફાઈટર પ્લેન પણ અમદાવાદ એરપોર્ટ ઉપર આવે તેવી શક્યતાઓ છે. એરક્રાફ્ટ ના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા એરપોર્ટ ઉપર ઉભી કરાશે.એક્સ્પો દરમિયાન શીડ્યૂલ ફ્લાઇટના ટાઇમટેબલને અસર ન થાય અને મુસાફરોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ એક્સપોમાં ભારત ઉપરાંત ભાગ લેનાર દેશો તેમના ભૂમિદળ, નૌ સેના અને વાયુદળના અત્યાધુનિક સાધનોનું પ્રદર્શન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application