ગુજરાતમાંથી પણ મહિલા ગુમ થવા અંગેનો એક ચોંકવનારો રિપોર્ટ સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ (NCRB)ના ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ છે.
ભૂતપૂર્વ IPS અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2020માં 8290 મહિલા ગુમ થઈ હોવાનું નોંધાયું છે. પાંચ વર્ષમાં કુલ સંખ્યા 41,621 મહિલા ગુમ થઈ છે. વર્ષ 2016માં 7,105, 2017માં 7,712, 2018માં 9,246, 2019માં 9,268, 2020માં 8,290 મહિલા ગુમ થઈ.
પૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવિધાકાર આયોગના અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાના ગુમ થવાના મામલામાં મેં જોયું છે કે, યુવતીઓ અને મહિલાઓને કેટલીય વખત ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવે છે અને તેમને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ થવાના કેસોને ગંભીરતાથી લેતી નથી. આવા કિસ્સાઓ હત્યા કરતા પણ વધુ ગંભીર છે. તેનું કારણ એ છે કે જ્યારે બાળક ગુમ થાય છે ત્યારે માતા-પિતા તેમના બાળક માટે વર્ષો સુધી રાહ જુએ છે અને ગુમ થવાના કેસની તપાસ હત્યાના કેસની જેમ જ સખતાઈથી થવી જોઈએ.
તેમને કહ્યું કે, ગુમ થયેલા વ્યક્તિઓના કેસને પોલીસ અવગણના કરે છે કારણ કે તેઓ હજુ જૂની પદ્ધતિથી જ કામ કરે છે. અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરીઓના ગુમ થવા પાછળ માનવ તસ્કરી જવાબદાર છે. મારા કાર્યકાળ દરમિયાન, મેં અવલોકન કર્યું હતું કે, મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને ગેરકાયદે માનવ તસ્કરી સાથે સંકળાયેલી ટોળકી દ્વારા ઉપાડી લેવામાં આવે છે જેઓ તેમને અન્ય રાજ્યમાં લઈ જાય છે અને વેચે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500