Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી મુંબઈની 330થી વધુ સોસાયટીઓને પાણીનાં વેડફાટ માટે નોટિસ ફટકારવામાં આવી

  • May 22, 2023 

નવી મુંબઈ મહાનગરપાલિકા (એન.એમ.એમ.સી.)એ પોતાને ફાળવાયેલા ક્વોટાથી વધુ પાણી વાપરવા બદલ શહેરભરની 330થી વધુ હાઉસિંગ સોસાયટીઓને નોટિસો બજાવી છે. આ સોસાયટીઓને આર્થિક દંડ ન થાય એ માટે પોતાના પાણીના વપરાશ પર ચાંપતી નજર રાખવાની વિનંતી કરાઈ છે. પાલિકાનાં વોટર ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓના જણાવવા મુજબ, કુલ 336 હાઉસિંગ સોસાયટીઓને નોટિસ મળી છે. જે પૈકી દિધા વોર્ડમાં સૌથી વધુ 80 સોસાયટીઓને પાણીના સરપ્લસ વપરાશ માટે નોટિસો મોકલાઈ છે.






જ્યારે એના પછીના નંબરે આવતા વાશી વોર્ડમાં 75 સોસાયટીઓએ ક્વોટાથી વધુ પાણી વાપર્યું છે. 'એમને એક વોર્નિંગ નોટિસ ઈસ્યુ કરાઈ છે.' એમ એક અધિકારીએ કહ્યું હતું. પાણી પુરવઠાનો ક્વોટા પ્રત્યેક સોસાયટીના ફલેટસ અને રહેવાસીઓની સંખ્યાનાં આધારે નક્કી થાય છે. બિલ્ડીંગની જરૂરીયાત મુજબ પાણીનું જોડાણ અપાય છે. અલ નિનોને કારણે આ વખતે નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી છે. આ વરસે ચોમાસુ ખેંચાઈ જવાની શક્યતા હોવાથી ઓછો વરસાદ થશે.






ડેમનાં જળગ્રાહ્ય વિસ્તારોમાં સારો વરસાદ ન થાય ત્યાં સુધી જળસ્ત્રોતોને વિવેરપૂર્વક મેનેજ કરવાની અને પાણીની માગને પહોંચી વળવા સંકટકાલીન પ્લાન તૈયાર રાખવાની રાજ્ય સરકારની તાકીદને પગલે એન.એમ.એમ.સી.એ પાણીના રેશનિંગ અને પાણીના વેડફાટ સામે પગલાં લેવા સહિતના વિવિધ ઉપાયો અમલમાં મુક્યાં છે. નવી મુંબઈને પાણી પુરૂ પાડતા મોરબે ડેમમાં ઓગસ્ટના પહેલાં સપ્તાહ સુધી ચાલે એટલું પાણી હોવા છતાં મહાપાલિકા પાણી બચાવવા પર ભાર મુકી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News