આસામ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અનુસાર, આસામમાં લગભગ 25,073 લોકો HIV સાથે જીવે છે. ASACSએ જણાવ્યું કે આ 25,073 લોકોમાંથી 45 ટકા તો ફક્ત મહિલાઓ છે, જ્યારે 3 ટકા બાળકો છે. જયારે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે 'NACO HIV એસ્ટીમેશન રિપોર્ટ 2021' પરથી સોસાયટીએ જણાવ્યું કે, આસામમાં HIVનો ફેલાવો દર 0.09 ટકા છે, જે રાષ્ટ્રીય દર 0.21 ટકા કરતાં ઓછો છે. 'એન્ટિરેટ્રોવાયરલ ટ્રીટમેન્ટ' મેળવ્યા પછી રાજ્યમાં લોકોના જીવ બચી શકાય છે. તેના દ્વારા જીવ બચતા લોકોની સંખ્યા 10,765 છે.
મેટ્રોપોલિટન જિલ્લામાં સૌથી વધુ 7,610 લોકો HIVથી પીડિત છે. આ પછી કચરમાં 5,200, નાગાંવમાં 1,602 અને ડિબ્રુગઢમાં 1,402 લોકો પ્રભાવિત થયેલા જોવા મળે છે. WHOનાં દક્ષિણ-પૂર્વ એશિયાનાં પ્રાદેશિક નિર્દેશક ડૉ.પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અંદાજિત 38.4 મિલિયન લોકો HIVની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 2021માં અંદાજે 15 લાખ લોકો HIV સંક્રમિત હતા અને લગભગ 6,50,000 લોકો એઈડ્સ સંબંધિત કારણોસર મૃત્યુ પામ્યા હતા. તેમણે વિશ્વ એઇડ્સ દિવસ પર જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં અંદાજિત 3.8 મિલિયન લોકો HIV સાથે જીવે છે, જે વૈશ્વિક વસ્તીના લગભગ 10 ટકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500