કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત પહેલા જ મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. જેને કારણે ફરી શરૂ થયેલી આ હિંસામાં વધુ પાંચ લોકોના મોત નિપજ્યા છે. સૈન્ય દ્વારા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે દરમિયાન 25 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે સાથે જ હથિયારો અને દારૂગોળા પણ જપ્ત કરવામાં આવ્યા છે. મણિપુરની હિંસાને ધ્યાનમાં રાખીને જ અમિત શાહ રાજ્યની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી બીરેનસિંહ અને અન્ય મંત્રીઓની સાથે મુલાકાત કરશે. બીજી તરફ મણિપુરમાં ફરી હિંસા ભડકતા 5 લોકો માર્યા ગયા હતા. જ્યારે 12 લોકો ઘવાયા છે.
જ્યારે સૈન્ય અને પોલીસની કાર્યવાહીમાં છેલ્લા ચાર દિવસમાં 40 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. ઉગ્રવાદી માર્યા ગયા હોવાની જાણકારી મુખ્યમંત્રી બીરેનસિંહ દ્વારા આપવામાં આવી હતી. અમિત શાહની મણિપુરની મુલાકાત પૂર્વે ઇમ્ફાલ અને કેટલાક શહેરોમાં અમિત શાહના સ્વાગતમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો હાલ હિંસામાં સામેલ બંને સમાજના લોકો દ્વારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો થઇ રહ્યો છે. જેમાં અમિત શાહનું સ્વાગત કરતા સંદેશાઓ દર્શાવવામાં આવ્યા છે. બીજી તરફ મણિપુરમાં સૈન્ય દ્વારા હથિયારો અને દારૂગોળા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
જેનો ઉપયોગ હિંસા ભડકાવવા થવાનો હતો તેવી શક્યતાઓ છે. જે હથિયારો જપ્ત કરાયા છે તેમાં 12 બોરની પાંચ ડબલ બૈરલ રાઇફલ, ત્રણ એકલ બૈરલ રાઇફલ, ડબલ બોરનું દેશી હથિયાર અને એક મજલ વાળા હથિયારનો સમાવેશ થાય છે. મણિપુરમાં ત્રણ મેથી હિંસાનો સિલસિલો જારી છે. અત્યાર સુધીમાં અનેક લોકો માર્યા ગયા છે. જ્યારે સરકારી સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે. મૈતેઇ સમુદાયના લોકોને આદિવાસી તરીકેનો દરજ્જો આપવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિક કૂકી આદિવાસીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે. આ દરમિયાન બન્ને સમુદાયના લોકો સામસામે હિંસા પર ઉતરી આવતા અનેક લોકો માર્યા ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500