ગિરનાર અભ્યારણના 36 કિલોમીટરના રૂટ પર આજે વહેલી સવારે 06:00 વાગ્યાથી લીલી પરિક્રમાનો એક દિવસ અગાઉ પ્રારંભ થયો છે પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર 40 રાવડિઓ વાયરલેસ સેટ સાથે સજ્જ કરવામાં આવી છે પરિક્રમાના બંદોબસ્તમાં 1 એસપી 9 ડીવાયએસપી 15 પીઆઇ 90 પીએસઆઇ 1400થી વધુ પોલીસ કર્મીઓ 600 જીઆરડી અને હોમગાર્ડ અને 113 એસઆરપી જવાનોને પરિક્રમા બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં મોરબીના બનેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લઈ વહીવટીતંત્ર દ્વારા પોલીસને વધુ સુરક્ષા રાખવા આદેશ કરવામાં આવ્યો હતો તે મુજબ દર વર્ષ કરતા આ વર્ષે વધુ પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે ખાસ ગિરનારની પરિક્રમાના રૂટ પર સાંકડા અને વધુ ભીડભાડવાળા રસ્તા પર ધક્કામૂકી ન થાય તેને લઈ આવા રસ્તા ઉપર વધુ માત્રામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે ભવનાથ તળેટીના ગિરનાર દરવાજા ભરડાવાવ સોનાપુરીની જગ્યા તથા ઇટવા ઘોડી રૂપાયતન અને પરિક્રમા ના 36 કિલોમીટરના આખા રૂટ પર અલગ અલગ રાઉટીઓ બનાવી વાયરલેસ સેટ સાથે પોલીસ અને એસઆરપીને સજ્જ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application