Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા ખાતે આયોજિત ‘ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રિડમ રન 4.0માં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગ લીધો

  • November 04, 2023 

માહિતી વિભાગ, નર્મદા : નાંદોદના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલા ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ના થીમ અંતર્ગત ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડક રન 4.0માં ડીએલએસએસ સ્કુલ, ઇન્સ્કુલ, વ્યાયામ વિદ્યાલય સહિત શાળા કોલેજના ૨૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, રમતક્ષેત્રે પોતાને સતત શ્રેષ્ઠ સાબિત કરવા માટે તંદુરસ્તી ખુબ જરૂરી છે, આ તંદુરસ્તી સ્વચ્છતા સાથે પણ સંકળાયેલી છે. દૈનિક ધોરણે પોતાના શરીરને ફીટ રાખવા માટે રનિંગ, સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ ખુબ જરૂરી છે.



નર્મદા જિલ્લાના યુવાનો રમત-ગમત ક્ષેત્રે અગ્રેસર બને તે માટેના વાતાવરણનું નિર્માણ કરીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત કોચ, ટ્રેનર્સના પ્રયાસો પ્રશંસાપાત્ર છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના તાબા હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા બાળકોને સતત પ્રોત્સાહિત કરીને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી આ ઝુંબેશને નર્મદા જિલ્લામાં સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સાથે પ્રજાની પણ ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી રહી છે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ધારાસભ્યએ સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application