ગત વર્ષે કુંભ મેળો પૂર્ણ થયો તે સમયે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા હરીદ્વારથી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિરે આવવાનો પ્રવાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે મુજબ ગતરોજ 200 થી વધુ અખાડાના સાધુ-સંતો હર હર મહાદેવના નાદ અને ૐ નમઃ શિવાયના જાપ કરતા કરતા યાત્રાધામ પહોંચી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
સોમનાથ ટ્રસ્ટે તમામ સંતોને આવકાર્યા કોરોનાના લીધે ગત વર્ષે કુંભ મેળો પુર્ણ થયા બાદ મહાનિર્વાણી અખાડાના સંતોએ કરેલા નીર્ધાર મુજબ સોમનાથ આવી શક્ય ન હતા. જો કે, હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાથી આ નીર્ધાર પુર્ણ કરવા અર્થે મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સાધુ સંતો આજરોજ યાત્રાધામ સોમનાથ આવી પહોંચતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ સંતોને આવકારવમાં આવ્યા હતા. બાદમાં સંતો સુખરૂપ રીતે દર્શન અને પુજાવીધી કરી શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજાપૂજા કરાવવામાં આવી જે મુજબ સોમનાથ મંદિર પરિસરમાં આવેલા સંકીર્તન હોલ ખાતે તમામ સંતોને પૂજારી ગણ દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સર્વે સંતોએ મંદિરમાં જઈ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યા હતા. ત્યારબાદ સ્વહસ્તે ધ્વજારોહણ સેવાનો લાભ લઈને સંતોએ પોતાના હસ્તે ધ્વજાને મંદિરના શિખર સુધી પહોંચાડી તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે અખાડાના તમામ સંતોએ મંદિર પરિસરમાં મહામૃત્યુંજય મંત્રના સામુહીક પાઠ કરીને દેશ અને વિશ્વના કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500