Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભિવંડીમાં બંધ પડેલ એક કારખાનામાંથી નકલી ઘી’ના 20થી વધુ ડબ્બા મળ્યા, સ્થાનિક પાલિકાની ટીમે કરી હતી રેઈડ

  • January 04, 2024 

મુંબઈનાં ભિવંડીમાં એક બંધ પડેલા કારખાનામાં ભેંસની ચરબીમાંથી મોટા પ્રમાણમાં નકલી ધી બનાવવાનું જંગી રેકેટ મહાપાલિકાએ પકડી પાડયું હતું. આ નકલી ઘી’ના કારખાનામાં તૈયાર થતું ઘી નાની હોટેલો, રેસ્ટોરાં અને ખાદ્યપદાર્થો વેંચતા ફેરિયાઓને પહોંચાડવામાં આવતું હતું. ભિવંડીની ખાડી પાસે બંધ પડેલા એક સ્લોટર હાઉસમાં કતલ કરવામાં આવેલી ભેંસો અને પાડાના શરીરના અવયવોમાંથી ચરબી કાઢી તેને સૂકવવામાં આવ્યા બાદ નકલી ઘી તૈયાર કરવામાં વપરાયું હતું.


આ બાબતમાં ફરિયાદ મળ્યા પછી ભિવંડી-નિઝામપુર મહાપાલિકાના કમિશનરના આદેશને પગલે રેડ પાડવામાં આવી હતી. આ જગ્યાએથી બનાવટી ઘી તૈયાર કરવા માટેની મોટી કડાઈઓ,  મોટી ભઠ્ઠી મળી આવી હતી. પાલિકાની ટીમે છાપો માર્યો ત્યારે ત્યાંના કામગારોએ પશુના અવશેષો ધગધગતી ભઠ્ઠીમાં ફેંકીને સળગાવી દીધાં હતાં. આ જગ્યાએથી 15 કિલો વજનના નકલી ઘીના 20થી વધુ પેક ડબ્બા હસ્તગત કરવામાં આવ્યા હતા. ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા પાવરલૂમ સિટી ભિવંડીમાં આ રીતે નકલી ઘી બનાવી લોકોના આરોગ્ય સામે ખેલ ખેલનારા વિરુદ્ધ સ્થાનિક ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં પાલિકા ફરિયાદ નોંધાવશે. અત્યારે પકડાયેલા બનાવટી ઘીને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application