લિબિયામાં આવેલ ભારે પૂરના લીધે ૨૦,૦૦૦થી પણ વધુના મોત થયા હોવાની આશંકા ડેરના શહેરના મેયર અબ્દેલ મોનેઇમ અલ ગૈથીએ વ્યક્ત કરી છે. આમ પૂરના લીધ અત્યાર સુધીના ૧૨,૦૦૦થી વધુના મોત થઈ જ ચૂક્યા છે. પણ આ આંકડો હજી પણ અટકત નથી. સતત વધી રહ્યો છે. તેથી તે વીસ હજારને પણ વટાવી જાય તો આશ્ચર્ય નહી લાગે. લિબિયામાં આવેલું આ પૂર તેના આધુનિક ઇતિહાસની સૌથી મોટી વિનાશક હોનારત છે. સત્તાવાળાઓએ આ વિનાશક હોનારતની ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે. પરિસ્થિતિ તો એટલી હદ સુધી ખરાબ છે કે મરેલા લોકોની લાશો પણ મળી રહી નથી. બચાવ અભિયાનમાં સામેલ લોકોનું કહેવું છે કે, સમુદ્રમાં આવેલું પૂર શહેરમાં ઘૂસી આવ્યું. તેના લીધે પાણીની સાથે બહુ બધા લોકો વહી ગયા.
તેમા જ મોટાભાગના લોકોના મોત થયા છે. લિબિયાના ડેરના શહેરનો અડધો હિસ્સો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. આ વિનાશક પૂરના માછલા લિબિયાના મોસમ વિભાગ પર ધોવાઈ રહ્યા છે. હવામાન વિભાગ આ પ્રકારના પૂર અંગે કોઈપણ પ્રકારની સાવચેતી કે તકેદારીના પગલાં લેવા જણાવ્યું નથી. વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું છે કે, જો સમય રહેતા તેના અંગેની જાણકારી મેળવી શકાઈ હોત તો લોકોને બીજે મોકલી શકાયા હોત અને તેમનો જીવ બચાવી શકાયા હોત. ડેરના શહેર અંગે આમ પણ ચેતવણી આપવામાં આવી હતી. શહેરમાં આવેલું આ પૂર એટલું ભયાનક હતું કે ગણતરીની મિનિટોમાં બહુમાળી ઇમારતો વહી ગઈ. કેટલાય કુટુંબો ખતમ થઈ ગયા. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેણે 13 સભ્યોનો સંયુક્ત પરિવાર ગુમાવી દીધો છે. પૂરની ભયાવહતા તેના પરથી ખબર પડે છે કે લાશોને સામૂહિક ધોરણે દફનાવવામાં આવી રહી છે. જેસીબીની મદદથી કબર ખોદવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500