સાગબારા તાલુકાના ગુંદવાણ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી સાગબારા પોલીસે રેઈડ પાડીને રૂપિયા ૨,૬૯,૮૦૦/-નો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂ પકડી પાડયો હતો. એક બુટલેગર પકડાયો હતો. જ્યારે ત્રણ બુટલેગર વોન્ટેડ જાહેર કર્યા છે.
આમ, પોલીસે બુટલેગરો વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતે માહિતી મુજબ, ગુંદવાણ ગામની સીમમાં ખેતરમાં સ્થળ ઉપર આરોપી દિલાવર ધારાસીંગ વસાવા રૂપિયા ૨,૬૯,૮૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. જ્યારે ભાગી ગયેલો આરોપી ભરત સોનજી વસાવા, કિશન રામાભાઈ વસાવા અને અમરસીંગ મોતીયા વસાવાએ એકબીજાની મદદગારી કરી, આરોપી દિલાવર પકડાઇ ગયો હતો. બનાવ અંગે સાગબારા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500