Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દમણમાંથી દારૂ પી ને ગુજરાતમાં આવતા 180થી વધુ પીધેલાઓ પકડાયા

  • December 31, 2022 

વલસાડ પોલીસ દર વર્ષે વર્ષના અંતિમ દિવસે દમણમાં કે અન્ય સ્થળો પર દારૂની મહેફિલ માણનારા પર તવાઈ બોલાવે છે. 30મી ડિસેમ્બર અને 31મી ડિસેમ્બરે આ માટે ખાસ પીધેલા પકડવાની ડ્રાઈવ ચલાવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ 30મી ડિસેમ્બરે જ દારૂની મહેફિલ માણવા દમણ ગયેલા અને દારૂ પી ને પરત આવતા પીધેલાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરતા વાપી ટાઉન પોલીસ મથક જ 180 થી વધુ દારૂડિયાઓથી અને દારૂડિયાઓના પરિવારોથી ઉભરાયું છે.


વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસની ટીમે 6 જેટલી ચેકપોસ્ટ ઉપર પીધેલા પકડવાની ઝુંબેશમાં દમણથી ગુજરાતમાં આવતા વાહન ચાલકોની બ્રેથ એનલાઈઝર વડે ચકાસણી શરૂ કરી હતી. ચેકપોસ્ટ ઉપર પસાર થતા તમામ વાહનો કાર, બાઈક, રીક્ષા કંપનીની બસો સહિત કડકાઈથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


વાપી ટાઉન પોલીસ વિભાગે 31st ની ઉજવણીમાં દારૂની મહેફિલ માણનારા અને દારૂ પી ને વાહન ચાલાવનારાઓ પર તવાઈ બોલાવી હતી. ટાઉન પોલીસ હદમાં દમણની જોડતી 6 ચેકપોસ્ટ આવેલી છે. જેમાં મુખ્ય કહેવાતી ચલા દમણ રોડ પરની ચેકપોસ્ટ પરથી 100 જેટલા પીધેલાઓને પોલીસના ડબ્બામાં ભરી ટાઉન પોલીસ મથકે ઉભા કરેલા મંડપમાં લાવવામાં આવ્યા હતાં.


એ જ રીતે કચીગામ ચેકપોસ્ટ, નામધા ચેકપોસ્ટ, બલિઠા ચેકપોસ્ટ, મોરાઈ ચેકપોસ્ટ સહિતની ચેકપોસ્ટ પરથી પણ ગુજરાતમાં પ્રવેશતા પીધેલાઓની અટકાયત કરી એક જ દિવસમાં અંદાજિત 180થી વધુ પીધેલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીમાં કેટલાક પીધેલાઓને પોલીસ સ્ટેશનમાં જ જામીન આપતા છુટકારો થયો હતો. જ્યારે અન્ય કેટલાકને કોર્ટમાં રજૂ કરવા બસ ભરીને લઈ જવામાં આવશે. દર વર્ષે આ 3 દિવસોમાં વકીલોને અને જામીનો ને તડાકો પડે છે. જેમાં એક દારૂડિયાને છોડાવવા માટે 20 થી 30 હજાર સુધીનો આંકડો બોલાતો હોય છે. પોલીસ સ્ટેશન જેમ પીધેલાઓથી ઉભરાયું હતું. તેમ તેને છોડાવવા આવેલા સ્વજનોથી પણ બહાર મેળાવડા જેવો માહોલ જામ્યો હતો.


પોલીસે પકડેલા તમામ પીધેલાઓની પોલીસ સ્ટેશનમાં જ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે પોલીસનું કડક ચેકીંગ જોઈને દમણ માંથી દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં પ્રવેશતા શરાબ શોખીનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application