મુંબઇમાં પોણા બે મહિના પછી પહેલીવાર કોરોનાના 24 કલાકમાં 100થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લે તા.2જી માર્ચે કોરોનાના દૈનિક કેસ ત્રણ આંકડામાં નોંધાયા હતા. તે પછી પહેલીવાર આટલા કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરના 10 વોર્ડ હોટ સ્પોટ બન્યા હોય તેમ કેસ વધી રહ્યા છે. સરકારે નાગરિકોને સાવચેતી વર્તવા જણાવ્યું છે. મુંબઈમાં ગતરોજ કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે અમને એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે 85 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ હતી અને શહેરમાં અત્યારે કોરોનાના એક્ટિવ 549 કેસ છે. પાલિકાનાં ડેશ બોર્ડ મુજબ 10 વોર્ડ હાલમાં કોરોનાના હોટ સ્પોટ બની ગયા છે.
આ વોર્ડમાં કોરોના દર્દીમાં સાપ્તાહિક વૃદ્ધિ દર મુંબઈમાં આંશિક રીતે વૃદ્ધિ દર વધારે છે. બાંદરા (એચ-વેસ્ટ), એ વોર્ડ (કોલાબા), પરેલ (એફ-સાઉથ વોર્ડ), અંધેરી (કે-પશ્ચિમ વોર્ડ), ખાર (એચ-પૂર્વ વોર્ડ), દાદર, એલ્ફિસ્ટનમાં (જી-સાઉથ વોર્ડ), ગ્રાન્ટ રોડ (ડી વોર્ડ), ગોરેગામ (પી-સાઉત વોર્ડ), ભાડુંપ (એસ વોર્ડ) અને કુર્લા (એલ વોર્ડ)માં દર્દીની સંખ્યા વધારે મળી રહી છે. આ વિસ્તારોમાં સાપ્તાહિક દરની વૃદ્ધિ દર 0.008 ટકા થી 0.017 ટકા છે. જ્યારે રાજ્યમાં ગતરોજ કોરોનાનાં નવા 153 કેસ નોંધાયા અને ચાર દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં 135 દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ હતી અને અત્યારે રાજ્યમાં કોરોનાનાં નવા એક્ટિવ 943 કેસ નોંધાયા હોવાનું રાજ્યનાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500