Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ ખતરનાક છે નવો વાયરસ, ઘાનામાં 2 કેસ મળ્યા અને બંને દર્દીના મોત

  • July 19, 2022 

એક બાજુ જ્યાં કોરોનાનું જોખમ પૂરેપૂરું ગયું નથી અને બીજો મંકીપોક્સ વાયરસ આવી ગયો છે ત્યાં વળી પાછા એક નવા વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઘાનાએ અધિકૃત રીતે મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. જે ઈબોલાની જેમ વધુ ચેપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘાનાએ ખુબ ચેકી મારબર્ગ વાયરસ રોગના પોતાના પ્રથમ બે કેસની પુષ્ટિ કરી છે.


સીએનએનના રિપોર્ટ મુજબ ઘાનાના દક્ષિણ અશાંત વિસ્તારના બે અલગ અલગ રોગીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ બંનેનું મોત થયું.WHO એ કહ્યું કે આ બંને દર્દીઓમાં ઝાડા, તાવ, ઉલ્ટીના લક્ષણ જોવા મળ્યા હતા.WHO નું માનીએ તો આ બંનેના સંપર્કમાં લગભગ 90 લોકો આવ્યા હતા જેમની નિગરાણી થઈ રહી છે.


લક્ષણો જાણો

મારબર્ગ વાયરસ રોગ એક વાયરલ બીમારી છે જે રક્તસ્ત્રાવી તાવનું કારણ બને છે. જેમાં મોતનો રેશિયો 88 ટકા હોય છે. ઈબોલા વાયરસ જે પરિવાર સાથે સંબંધ ધરાવે છે આ વાયરસ પણ તે જ પરિવારમાંથી આવે છે. તેમાં અચાનક અસ્વસ્થતા અનુભવાય છે અને પછી ખુબ તાવ, માથાનો દુ:ખાવો અને અસ્વસ્થતા સાથે બીમારીની શરૂઆત થઈ જાય છે.WHO એ જણાવ્યું કે આ વાયરસ ફળોથી મનુષ્યોમાં ફેલાય છે અને પછી આ તરલ પદાર્થોથી દુષિત જગ્યાઓ અને સંક્રમિત લોકોના સીધા સંપર્કમાં આવવાથી એકબીજામાં પ્રસરે છે. 

કોઈ રસી ઉપલબ્ધ નથી

WHOએ કહ્યું કે તેના રોકથામ માટે ઉપાય થઈ રહયા છે અને ઘાનામાં તેના પ્રકોપને રોકવા માટે વધુ સંસાધનો તૈનાત કરાશે.WHOએ એ પણ ચેતવણી આપી કે તત્કાળ અને નિર્ણાયક કાર્યવાહીના અભાવમાં મારબર્ગ સરળતાથી હાથમાંથી નીકળી શકે છે. મારબર્ગ વાયરસ માટે ન તો કોઈ એન્ટીવાયરલ ઉપચાર છે કે ન તો કોઈ રસી. જો કે ડિહાઈડ્રેશન અને વિશિષ્ટ લક્ષણોના ઉપચાર સહિત દેખભાળની મદદથી આ વાયરસથી પીડિત રોગીઓના જીવિત રહેવાની શક્યતા વધી જાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News