મોરબી દુર્ઘટના કેસમાં બ્રિજના રિપોર્ટમાં ખુલાસો થયો છે. જેમાં હાઇકોર્ટમાં SITનો ફાઇનલ રીપોર્ટ પીડિત પક્ષને મળ્યો છે. તેમજ બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતુ. દેવપ્રકાશ સોલ્યુશનની વિશ્વસનીયતા ચેક કરાઈ નહીં. ટિકિટો કેટલી વેચવી તે નક્કી નહીં, યોગ્ય સિક્યોરિટીનો અભાવ સામે આવ્યો છે.
ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે. બ્રિજનું મેન્ટેનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ શરૂ કરાયો હતો. વધુ માહિતી રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ ખબર પડશે. બ્રિજ ઉપર યોગ્ય સિક્યુરિટી ન હતી. બ્રિજ મેન્ટનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ શરૂ કરાયો હતો. તેથી ઓરેવા કંપની સંપૂર્ણ રીતે જવાબદાર છે. આ અકસ્માત નહિ મર્ડર છે, 302ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ. ઓરેવા કંપની દ્વારા નગરપાલિકાને બ્રિજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા.
ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ચાલતી રામકથામાં મોરારી બાપુનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જેલમાં રહેલા લોકો પણ પરિવાર સાથે દિવાળી ઉજવી શકે એવી લાગણી વ્યક્ત કરી હતી. દુર્ઘટનામાં 13 સ્વજનો ગુમાવનાર ખાનપર ગામના પરિવારની લાગણી મોરારીબાપુએ વ્યક્ત કરી હતી. રૂબરૂ મુલાકાત સમયે બાપુ સામે પરિવારે લાગણી વ્યક્ત કરી હતી.26 ઓક્ટોબર 2022થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500