મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા ઓરેવા કંપનીના મેનેજર સહિતના ચાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જે ચાર પૈકી બે આરોપીના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી છે અને ચારેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.
ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા નવ પૈકી પાંચ આરોપીને જેલ હવાલે કર્યા હતા તો કંપનીના મેનેજર સહિતના ચાર આરોપીઓના શનિવાર સુધીના રિમાન્ડ મંજુર થયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જે ચાર પૈકી ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને દિનેશભાઈ દવેના રિમાન્ડની માંગણી સાથે મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા અને ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પોલીસે વધુ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે બંને પક્ષની દલીલો સાંભળી બાદમાં કોર્ટે ફર્ધર રિમાન્ડ નામંજુર કરતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.
દસ્તાવેજ કબજે લેવાના બાકી હોય જેથી રિમાન્ડ માંગ્યા
સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જણાવ્યું હતું કે ઓરેવા કંપનીના બે મેનેજરના વધુ રિમાન્ડ માંગ્યા હતા જેમાં મુખ્ય મુદો એવો હતો કે દસ્તાવેજ કબજે લેવાના બાકી છે રાજકોટ અને મોરબી કલેકટર કચેરીમાથી દસ્તાવેજ મેળવી આરોપીને સાથે રાખી તેનું ક્રોસ વેરીફીઈકેશન જરૂરી હોવાની તપાસ અધિકારીની રજૂઆતને પગલે વધુ રિમાન્ડની માંગ કરી હતી તેમજ મેન્ટેનન્સ બાબતે કલેકટર અને નગરપાલિકા સાથે મીટીંગ કરવામાં આવી હતી તેની પૂછપરછ કરવાની હોવાથી વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી દેતા તપાસ અધિકારીએ સ્ટે માટે માંગ કરી હતી જે અરજી કોર્ટ નામંજૂર કરી છે
બચાવ પક્ષના વકીલે રિમાન્ડનું રીપીટેશન થતું હોવાની દલીલો કરી
જયારે બચાવ પક્ષના વકીલ ડી પી શુક્લએ દલીલો કરી હતી જેમાં જણાવ્યું હતું કે પાંચ દિવસના રિમાન્ડનું રીપીટેશન થાય છે બીજી કાઈ વસ્તુની જરૂર નથી ચીફ ઓફિસર સસ્પેન્ડ કરેલ છે તો ડેટા કેવી રીતે મળશે ? તેવી દલીલો કરી હતી
મોરબી અને ધ્રાંગધ્રા કંપનીમાંથી કાગળો કબજે લીધા
વર્ષ ૨૦૦૭ અને ૨૦૨૨ માં કરાર કરવામાં આવ્યા તેના દસ્તાવેજો મોરબીની ઓરેવા કંપની અને ધ્રાંગધ્રા એજન્સીની ઓફિસમાંથી કબજે લેવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધીના વ્યવહારો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500