Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોર્યાસીના મોરા ગામે ‘પોષણ માસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

  • September 20, 2023 

રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત ચોર્યાસી તાલુકાના સુંવાલી સેજાના મોરા ગામ ખાતે આઈ.સી.ડી.એસ.ઘટક-ચોર્યાસી દ્વારા AM/NS કંપનીના સહયોગથી પોષણ માસ નિમિતે “પોષણ કીટ વિતરણ” અને ટેક હોમ રાશન (T.H.R) માંથી બનાવેલ વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન તથા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્યો, AM/NS ઇન્ડિયા કંપનીના, લીડ સી.એસ.આર. તથા આઇ.સી.ડી.એસ શાખાના સી.ડી.પી.ઓ.શ્રી, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, સગર્ભા, ધાત્રી માતાઓ અને ૨ વર્ષ સુધીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ટેક હોમ રાશન (THR) પેકેટ્સનો નિયમિત ઉપયોગ કરે છે કે કેમ? એ જાણી એમાંથી બનતી વાનગી અને ટેક હોમ રાશનના મહત્વની સમજ અપાઈ હતી.



આ બાબતે ચોર્યાસી તાલુકાના લાભાર્થીઓમાં ખુબ જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા હતા. આ ઉપરાંત આઇ.સી.ડી.એસની અન્ય યોજના જેવી કે, બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત, ૬ માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને ૭ માસથી ૨ વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ, બાળકની માતા તથા ઘરની સ્વચ્છતા, બાળકનું સંપુર્ણ રસીકરણ તેમજ કિશોરીઓને સ્વબચાવ અંગેની સમજ જેવા વિષયોની આવરી લેવામાં આવ્યા હતા. સાથોસાથ, શાકભાજી, ફ્રુટ, શ્રી અન્ન (મિલેટ્સ)માંથી મળતા પોષણ તત્વો અને તેના ગુણધર્મોથી થતા ફાયદાની સમજ આપવામાં આવી હતી. આમ, માતા અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દરેક બાબતોને આવરી લેતા કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ “પોષણ માસ”ની થીમ મુજબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application