Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરનાં શાહપુર-લવારપુર માર્ગ ઉપર ટ્રકની અડફેટે મોપેડ ચાલક યુવકનું મોત

  • December 14, 2021 

ગાંધીનગરનાં જિલ્લાના શાહપુર-લવારપુર માર્ગ ઉપર સવારના સમયે રાંદેસણની મોપેડ લઈને મગોડી ખાતે બહેનના ઘરે જવા નીકળેલા યુવકનું ટ્રકની અડફેટે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેસણ ગામ ખાતે રહેતા ઈશ્વરસિંહ હેમતુજી ગોહિલે ફરીયાદ નોંધાવી હતી કે, પરિવારમાં પત્નિ, પાંચ દીકરી અને એક દીકરા નરેન્દ્રસિંહ (ઉવ.35 ) નો સમાવેશ થાય છે. જોકે ગતરોજ સવારના સમયે તેમનો પુત્ર નરેન્દ્રસીંહ મોપેડ નંબર જીજે/18/સીકે/5899 લઈને મગોડી ખાતે પરણાવેલી બહેનના ઘરે જવા માટે નીકળ્યો હતો.તે સમય દરમિયાન અગીયાર વાગ્યાના સુમારે રતનપુર ગામના લાલસિંહ બિહોલાનો તેમની ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા દીકરાને શાહપુર-લવારપુર રોડ ઉપર મહાકાળી માતાજી મંદિર પાસે ટ્રક સાથે અકસ્માત થયો છે. જેથી ઈશ્વરસિંહ તેમના ભત્રીજા સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જયાં નરેન્દ્રસિંહ ગંભીર ઘાયલ અવસ્થામાં હતા અને 108ની મદદથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ડભોડા પોલીસે જીજે18/એડબલ્યુ/8632ના ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application