ડાંગ જિલ્લામા COTPA-2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણના કેસોના અનુસંધાને "મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ" યોજાઈ ગઈ. જેમાં કામગીરીની સમીક્ષા કરતા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલે, ડાંગ જિલ્લામા CATPA-2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણ માટે સંબધિત અધિકારી/કર્મચારીઓને કાયદાનુ ચુસ્તપણે પાલન કરવા માટે સુચન કર્યુ હતુ. ઇ.ચા. રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વ્રારા તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના અમલી કાયદા વિશે માહિતી આપવામા આવી હતી. તેમજ તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમના ભંગ બદલ થતો દંડ અને સજા અંગેની ચર્ચા કરવામા આવી હતી.
ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો, ગત તા. 18 મે, 2003ના રોજ પસાર કર્યો, અને 1 લી મે, 2004થી અમલમા આવ્યો. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ–2003 COTPA–2003 તરીકે ઓળખાય છે. જેમા કલમ-4 જાહેર સ્થળે ધુમ્રપાન કરવા અંગે પ્રતિબંધ, કલમ-5 સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, કલમ–6 (અ) સગીર વયની વ્યક્તિને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના નિયત વિસ્તારોમાં વેચાણ કરવા પર પ્રતિબંધ, કલમ–7, 8 અને 9 નિદિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનુ વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ કાયદાના ભંગ બદલ અલગ અલગ દંડ/સજાની જોગવાઇઓ કરવામા આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500