Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ,સાતેય તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો

  • November 27, 2023 

તાપી સહીત રાજ્યમાં અત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઠેકઠેકાણે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ નોંધાયો છે,જ્યારે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.ઉચ્છલમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો સોનગઢમાં વીજપોલ અને વૃક્ષ ધરાસાયી થયા હતા.


તાપીમિત્ર ન્યુઝના વોટસઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો 

છેલ્લા ૨૪ કલાકના એટલે કે તા.૨૬મી નવેમ્બર સવારે ૬ વાગ્યેથી તા.૨૭મી નવેમ્બર સવારે ૬ વાગ્યા સુધીમાં વરસાદી આંકડા પર નજર કરવામાં આવે તો તાપી જિલ્લાના સાતેય તાલુકામાં હળવેથી ભારે કમોસમી વરસાદ પડ્યો છે,જેમાં સૌથી વધુ કુકરમુંડામાં અને નિઝરમાં નોંધાયો છે.આ દરમિયાન આકાશી વિજળી પડવાના કારણે સોનગઢ તાલુકામાં બે જુદાજુદા બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાતેય તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે,તાપી જિલ્લાના કુકરમુંડામાં ૪ ઇંચ, નિઝરમાં ૩ ઇંચ, ઉચ્છલમાં ૧ ઇંચ , સોનગઢમાં ૨ ઇંચ , વ્યારા અને વાલોડ અને ડોલવણમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application