ગિરિમથક સાપુતારા ખાતે સામાજિક ન્યાય અને અધિકારી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ‘મોન્સૂન મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનાં ભવ્ય અને ભાતીગળ મહિલા હસ્તકલાના વારસાના જતન સને સંવર્ધન સાથે શ્રેસ્ઠ કૃતિઓનું સર્જન કરનાર કારીગરો દ્વારા નિર્મિત રોજિંદા ઘર વપરાશ, અને સુશોભનની અવનવી ચીજવસ્તુઓનો મેળો મંત્રીશ્રીએ ખુલ્લો મુક્યો હતો. આ વેળા મંત્રીશ્રીના હસ્તે ડાંગ જિલ્લાની નવીન ૭ આંગણવાડી કેન્દ્રોનું ઈ લોકાર્પણ પણ કરાયું હતું. દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ કે, અધ્યતન સુવિધાઓ સાથેની આંગણવાડીઓ ડાંગ જિલ્લાના બાળકો માટે ઉપયોગી બનશે. આંગણવાડીમા અધ્યતન સાધનોની સાથે પોષણયુક્ત આહાર પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડીનાં બાળકોને ટી.એચ.આર. પોષણયુક્ત આહાર તૈયાર કરી આપવામાં આવે છે.
ટી.એચ.આર. લોકો સુધી પહોંચે અને લોકો તેનો ઉપયોગ કરે તે જરૂરી છે. કિશોરી અને માતાઓ પોષણયુક્ત બની રહે તે જરૂરી છે. મહિલા તેમજ બાળકોને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે સરકાર સતત ચિંતિત છે. આજે બાળકો હસતાં રમતા આંગણવાડીમાં જાય છે, જેનો શ્રેય આંગણવાડી બહેનોને જાય છે. આ પ્રંસગે મંત્રીશ્રીએ મિલેટ્સના ફાયદાઓ જણાવ્યા હતા. તેમજ મિલેટ્સ વિશે જાગૃકતા આવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે સગર્ભા બહેનોને મિલેટ્સનુ વિતરણ કરાયું હતું. આ પ્રંસગે મંત્રીશ્રીએ મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટના વિવિધ સ્ટોલ્સની પણ મુલાકાત કરી હતી. સાપુતારા સ્થિત હોટલ તોરણ હિલ રિસોર્ટ્સની સામે, મ્યુઝિયમ કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બાળ વિકાસ વિભાગના સચિવ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.ના મેનેજિંગ ડિરેક્ટર, ડાંગ જિલ્લા કલેક્ટર, ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષા, આહવા તાલુકા પ્રમુખ, ભાજપ પાર્ટી પ્રમુખ, મહામંત્રી, પ્રોગ્રામ ઓફિસર સહિત સંબંધિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500