Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરો કે આતંકવાદીઓ : 6 કુખ્યાત વ્યાજ ખોરઆરોપીની સુરત પોલીસે કરી ધરપકડ

  • August 26, 2022 

સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે 7 વ્યાજખોરોમાંથી 6ની ધરપકડ કરી છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આમ સુરત પોલીસે કુલ 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે...સુરત શહેરમાં વગર લાઇસન્સે ઊંચા વ્યાજ દરે નાણા આપીને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી છે.





સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 18 ઓગસ્ટ 2022ના રોજ ભાનુ પરમાર નામના વ્યક્તિ દ્વારા વ્યાજખોરો સામે એક ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને સાત વ્યાજખોરો માંથી ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ભાનુ પરમાર નામના વ્યક્તિની અરજી મળતા જ અમરોલી પોલીસ સ્ટેશનના ડિ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આ બાબતે તપાસ માટે ફરિયાદીના ઘરે ગયા હતા તે સમયે ફરિયાદી ભાનુ પરમાર અને તેના પત્ની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હતા આ ઉપરાંત તેમને એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેમની પૂછપરછ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ભાનુ પરમારના દીકરા અજયની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી ઓપરેશન માટે બે વર્ષ પહેલા તેમને 3 લાખ રૂપિયા વ્યાજખોરો પાસેથી હાથ ઉછીના લીધા હતા. આ પૈસા પરત કરવા માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.આ રીતે તેઓ આ વ્યાજખોરોના ચંગુલમાં ફસાઈ ગયા હતા.





જ્યાં પોલીસની પૂછપરછમાં આ દંપતીએ જણાવ્યું હતું કે,યશ ઐયર નામનો આરોપી રક્ષાબંધનના બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યો હતો અને કારમાંથી તલવાર કાઢી દીકરાને મારી નાખવાની ધમકી આપી વ્યાજ પેટે 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ દંપતીએ યશ ઐયર પાસેથી 7લાખ રૂપિયા, જયંતી સોલંકી પાસેથી 4,50,000, શનિ બારૈયા પાસેથી 1 લાખ રૂપિયા, રાહુલ શાહ પાસેથી 6,50,000, મહેશ પટેલ અને જીગ્નેશ પટેલ પાસેથી 3,00,000 અને સુરેશ નામના વ્યાજખોર પાસેથી 1,25 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ દંપતીએ યશ ઐયરને 19 લાખ રૂપિયા પરત કર્યા હતા. જયંતિ સોલંકીને 6 લાખ રૂપિયા પરત કર્યા હતા. શનિ બારૈયાને 19 હજાર રૂપિયા, રાહુલ શાહને 1.25 લાખ રૂપિયા, મહેશ અને જીગ્નેશને 1.50 લાખ રૂપિયા અને સુરેશ નામના વ્યાજખોરને 42 હજાર રૂપિયા પરત કર્યા હતા. પોલીસે સમગ્ર મામલે 7 વ્યાજખોરો સામે ગુનો નોંધીને યશ ઐયર, શની બારૈયા, જયંતિ સોલંકી, જીગ્નેશ પટેલ, મહેશ પટેલ અને રાહુલ શાહ સહિત 6 વ્યાજખોરોની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News