ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર માટે પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ જવાનો માટે ડાઉનીગ હોલ તથા પોલીસ કેન્ટીનનું લોકાર્પણ કર્યું હતું.પોલીસ પરિવારને સારી અને સસ્તા ભાવે ઘરની તમામ ચીજવસ્તુઓ મળી રહે તે માટે સુરત પોલીસ અને ખાનગી સંસ્થાના સહયોગથી મીની મોલની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી પોલીસ પરિવારો સસ્તા ભાવે ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જયારે પોલીસ જવાનો સારૂ અને પૌષ્ટિક ભોજન જમી શકે તે માટે કેન્ટીંગ બનાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ સ્થાનિક પોલીસ તથા બહારથી બંદોબસ્ત માટે આવતી પોલીસ ફોર્સ કરી શકશે.
ક્રાઈમ બ્રાંચની ટીમને રૂા.એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો
સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતે મંત્રીએ શહેર પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને મોમેન્ટો તથા સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ઉત્તમ કામગીરી કરવા બદલ ક્રાઈમ બ્રાંચની ટીમને રૂા.એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા
શહેરમાં પાંચ પી.સી.આર.વાનના કર્મચારીઓએ સમયસુચકતા વાપરીને પ્રશંસનીય કામગીરી કરીને લોકોને આત્મહત્યા કરતા રોકીને જીવ બચાવવાનું કાર્ય કરવા બદલ અડાજણ પો.સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી એમ.વી.ચૌધરી, ખટોરા પો.સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ, પુણાના હેડ કો.સુમિત્રાબેન જયદેવભાઈને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ક્રિકેટ રસ્સાખેંચ, વોલીબોલ, હેડબોલ જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એ.સી.પી.ડી.જે.ચાવડા, એલ.આર. સુરેન્દ્ર વસાવા, મહેશ જોગરાણા, એમ.કે.રબારી, વિજયભાઈ જાદવ, નીલમબેન મિશ્રા, ભુમિબેન તલસાણીયા તથા અન્ય પોલીસ જવાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500