Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોદીએ દેશના ભાગલા પાડ્યા, રેલીમાં ટાવર પર ચડી ગયેલી યુવતીએ વડા પ્રધાન પર પ્રહાર કર્યા

  • November 14, 2023 

ગઈ હતી. યુવતીને સમજાવવા માટે, વડા પ્રધાન મોદીએ તેનું ભાષણ બંધ કરી દીધું અને યુવતી નીચે ઉતરવા માટે અપીલ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. યુવતીએ મીડિયા સાથે વાત કરતા ‘વિભાજનકારી રાજનીતિ’ કરવા બદલ વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી. યુવતીએ વડા પ્રધાન પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.


વડાપ્રધાન વારંવાર યુવતીને ટાવર પરથી નીચે આવવાની અપીલ કરી રહ્યા હતા તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં વડા પ્રધાન યુવતીને કહેતા જોવા મળે છે, ‘દીકરા, હું તારી વાત સાંભળીશ. મહેરબાની કરીને કરીને નીચે આવી જા. આ યોગ્ય નથી. હું તમારા માટે જ આવ્યો છું.’


ટાવર પરથી નીચે આવ્યા બાદ યુવતીએ મીડિયાને વાત કરતા વડા પ્રધાન મોદી પર પ્રહારો કર્યા. તેમણે વડાપ્રધાન મોદી પર દેશને ગેરમાર્ગે દોરવાનો અને ધર્મ અને જાતિના નામે લોકોને વહેંચવાનો આરોપ લગાવ્યો. યુવતીએ કહ્યું કે, મોદીના સત્તામાં આવ્યા પછી, લોકોને ધર્મ અને જાતિના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. દરરોજ હત્યા અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે અને સરકાર કોઈ પગલાં લેતી નથી. મોદી શાસનમાં, તમામ સરકારી ક્ષેત્રોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મારા જેવા ગરીબ લોકો માટે કોઈ જગ્યા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application