મોદી મૈજીક-ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય,કોંગ્રેસના સુપડા સાફ,આપ નું સુર-સુરયુ ..... ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની મતગણતરી આજે સવાર થી શરૂ થઇ હતી,રાજ્ય ની તમામ ૧૮૨ બેઠકો ઉપર શરુઆત રસાકસી ભર્યા અંદાજ માં થઈ હતી,જોકે ગણતરી ના સમય માં ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો જંગી લીડ સાથે આગળ ચાલતા નજરે પડ્યા હતા,જેમ જેમ રાઉન્ડ બદલાતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ નો માહોલ મત ગણતરી કેન્દ્રો બાહર જોવા મળ્યો હતો,
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ ની તમામ પાંચ બેઠકો ઉપર મોદી મૈજીક ચાલ્યો હતો, જેમાં ખાસ કરી ભરૂચ વિધાનસભા બેઠક ના ભાજપના ઉમેદવાર રમેશભાઇ મિસ્ત્રીએ ૬૦ હજાર કરતા વધુ મતો થી પોતાની જીત હાસિલ કરી હતી,તો ઝઘડિયા,જંબુસર બેઠક પણ ભાજપે કબ્જે કરી વિરોધીઓ ના હોશ ઉડાવી મુક્યા હતા,
છોટુ વસાવા નું ગઢ ગણાતી ઝઘડિયા બેઠક પર ભાજપ ના ઉમેદવાર રિતેશ વસાવાએ જંગી જીત મેળવી ઝઘડિયા મતવિસ્તારમાં છોટુ વસાવા શાસન નો અંત લાવ્યો હતો,તો બીજી તરફ જંબુસર બેઠક ના પરિણામોએ પણ સૌ કોઇ ને ચોંકાવી મુક્યા હતા,જંબુસર બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર સંજય સોલંકી ની કારમી હાર થઇ હતી તો ભાજપ ના ઉમેદવાર ડી.કે સ્વામી એ ૨૬ હજાર જેટલી જંગી લીડ સાથે જીત મેળવતા કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ છવાયો હતો,
અંકલેશ્વર બેઠક ઉપર આ વખતની ચૂંટણી ને લઇ રસપ્રદ માહોલ સર્જાયો હતો,જ્યાં બે સગા ભાઇઓ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો,જેમાં પણ ખાસ કરી પૂર્વ મંત્રી અને ભાજપ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કોંગ્રેસ ના ઉમેદવાર વિજયસિંહ પટેલ ને હાર નો સ્વાદ ચખાડી પોતાનો ૪૦ હજાર કરતા વધુ મતો થી જીત હાસિલ કરી વિજય રથ ને આગળ વધાર્યો હતો,
ભરૂચ જિલ્લાની વાગરા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર અને ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ મતદાન ગણતરી કેન્દ્ર પર જોવા મળ્યો હતો,જ્યાં નજીવા માર્જિન સાથે તમામ રાઉન્ડ માં બંને ઉમેદવારો એક બીજાને ટક્કર આપતા નજરે પડ્યા જોકે તમામ ૧૮ જેટલા રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવાર અરૂણસિંહ રણાની જીત થઇ હતી તેમજ કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ ની હાર થતા કોંગ્રેસ માં સોંપો પડી ગયો હતો,
આમ ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો,ત્યારે આ વખત ની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના પરિણામો માં ભારે ઉલટફેર સર્જાયો હતો અને ભારતીય જનતા પાર્ટીએ અત્રતત્ર સર્વત્ર ભગવો લહેરાવી મોદી સામે કરેલા કમિટમેન્ટ ને સાથર્ક કર્યો હતો,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500