લોકસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આદર્શ આચારસંહિતા અમલી બનતા હવેથી મંત્રીઓ અને સત્તાધીશો કોઈપણ નવી જાહેરાત નહીં કરી શકે. નવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ પણ નહિ થઈ શકે. રાજ્ય સરકાર નીતિ વિષયક બાબતો કે નવી જાહેરાત નહીં કરી શકે. હેડ ક્વાર્ટરથી કચેરી સુધી જ મંત્રીઓ વાહનનો ઉપયોગ કરી શકશે.
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે સરકારી તમામ કાર્યક્રમો પણ આચરસંહિતાને લઈ હવે બંધ રહેશે. હેડ ક્વાર્ટરથી કચેરી સુધી જ મંત્રીઓ વાહનનો ઉપયોગ કરી શકશે. મંત્રીઓ રાજકીય પ્રવૃત્તિ માટે સરકારી વાહનનો ઉપયોગ નહીં કરી શકે તેમજ ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ પણ નહીં કરી શકે. પ્રધાનમંત્રી કે રાજકીય મહાનુભાવો સુરક્ષાની દ્રષ્ટિએ સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે. અત્રે જણાવીએ કે, સરકારી કર્મચારી કે અધિકારીઓને ચૂંટણી પ્રચારમાં સાથે લઈ જઈ શકાશે નહી.
ચૂંટણીની તારીખો જાહેર કરી છે. તેની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ ગઈ છે. આ વખતે આચાર સંહિતા આજથી એટલે કે 16 માર્ચ 2024થી લાગુ થઈ છે. કારણ કે ચૂંટણી પંચ આજે શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ આચારસંહિતાનો અંત આવી જાય છે
- આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં.
- રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજનાનો અમલ કે જાહેરાત કરી શકતી નથી.
- આચારસંહિતા લાગુ થયા બાદ ઘણીવાર સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો.
- રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નહી. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે.
- રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા કરી શકતા નથી.
- ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના પ્રતિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
- ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે.
- જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સરળતાથી જામીન મળતા નથી. ભલે તે કોઈ પણ હોય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500