Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં મોડલ તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો

  • February 21, 2024 

સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. સુરતમાં વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવારીન એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ છે. તાન્યાના પિતા સુરતની એક મિલમાં કામદાર છે. તાન્યા ગત રોજ રાત્રે ઘરે આવી હતી, અને તેના બાદ તેણે આપઘાત કર્યો હતો. આખરે તેની સાથે શું થયુ હતું. વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માંગતી હતી. જોકે, તેણે પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હજી આ મામલે તપાસ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application