Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

MockDrill : થર્મલ પાવર સ્ટેશન, ઉકાઇ ખાતે ક્લોરિન ટોનરમાં ગેસ લિકેજ થતા ફફળાટ

  • March 25, 2023 


તાપી જિલ્લાના થર્મલ પાવર સ્ટેશન, ઉકાઇ ખાતે સ્ટોરેજ એરીયામાં ક્લોરિન લીક્વીડ ગેસ લિકેજ થતા કંપની અને ઘટના સ્થળે ફફળાટ સર્જાયો હતો. જેમાં કંપનીના ચાર કર્મચારીઓની હાલત ગંભીર થતા એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગને જાણ થતા તંત્રએ સતર્ક થઇ જરૂરી પગલા હાથ ધર્યા હતા.


આજરોજ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડનાં થર્મલ પાવર સ્ટેશન ,ઉકાઇ ખાતે તારીખ:૨૪.૦૩.૨૦૨૩ સવારે ૧૧.૦૦ કલાક, સ્થળ-યુનીટ નંબર-૬, કલોરીન પ્લાન્ટ,GF\ કલોરીન ટોનરમાં કલોરીન લીકેજ થયેલ હતો. કલોરીનનું લીકેજ વધતાં ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનનાં ચીફ એન્જીનીયર દ્વારા સમય-૧૧.૧૦ કલાકે ઓનસાઈટ ઇમરજન્સી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને લીકેજનું પ્રમાણ કાબુ બહાર જતાં ત્યારબાદ સમય-૧૧.૨૦ કલાકે ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.


ઉકાઇ ટી.પી.એસ. નાં ઇમરજન્સી કન્ટ્રોલરૂમ દ્વારા ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપનાં મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા આ અંગેના જાણકારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગ, ફાયર વિભાગ સોનગઢ/વ્યારા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગને આપતા ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આ અંગેની જાણ જિલ્લા વહિવટી તંત્રને થતા ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટનામાં કંપનીના ચાર કર્મચારીઓ ગેસ લીકેજમાં ઘાયલ થતા સૌ પ્રથમ ઘટના સ્થળે એમ્બ્યુલેન્સ મારફત પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપ દ્વારા જિલ્લાની વિવિધ ઇમરજન્સી વિભાગોને સત્વરે જાણ કરતાં,સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા,લોકલ ક્રાયસીસ ગ્રુપના મેમ્બરના અધિકારીઓ, ટી.ડી.ઓ. સોનગઢ,પી.આઈ સોનગઢ, પી,એસ.આઈ ઉકાઈ, જેકે પેપર મિલ,ઉકાઈ ફાયર ટીમ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.


આ બનાવ માં કુલ ચાર વ્યક્તિને કલોરીન ગેસ ની અસર થયેલ હતી, જેમાં થી બે વ્યક્તિ ને સ્થળ પર જી.એસ.ઇ.સી.એલ. હોસ્પિટલ મેડીકલ ટીમ દ્વારા સારવાર આપેલ હતી. એક વ્યક્તિ ને  જી.એસ.ઇ.સી.એલ. હોસ્પિટલ –કોલોની ખાતે સારવાર આપેલ હતી. અને એક વ્યક્તિ ને સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપેલ હતી. તમામ વ્યક્તિ સારવાર બાદ સાજા થયેલ હતાં.

ક્લોરીન લીકેજની આ ઘટનાને ,જીલ્લા કક્ષાની  મોકડ્રીલ હોવનું જાહેર કરવામાં આવતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેસનના સૌ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર વર્કર તથા આજુ બાજુના ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


તાપી વહીવટી તંત્ર તથા જોઇન્ટ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ, સુરત સાથે સંયુકત રીતે આકસ્મિક દુર્ઘટના સામે સતર્કતાના ભાગરૂપે આજે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ, થર્મલ પાવર સ્ટેશન, ઉકાઇ ખાતે સ્ટોરેજ એરીયામાં ગેસ લિકેજ થવા અંગેની આપાતકાલિન પરિસ્થિતિને પહોંચી વળવા પુર્વ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રિલનુ આયોજન જિલ્લા કલેકટર તાપી સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી કલેક્ટરશ્રી સુધીર બારડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.


અધ્યક્ષસ્થાનેથી ડેપ્યુટી કલેક્ટરશ્રી સુધીર બારડ દ્વારા સમગ્ર ટીમના સંકલનની સરાહના કરી ખરેખર કોઇ આ પ્રકારની ઘટના બને ત્યારે પણ આવી જ રીતે કો-ઓર્ડીનેશનથી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ ઉપરાંત તેમણે તમામ વિભાગોને તેઓના સુચનો અને માર્ગદર્શન અંગે ચર્ચા કરી તેની નોંધ લેવા કંપનીના સંબંધિત અધિકારી-કર્મચારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. આ સાથે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોને આકસ્મિક ઘટના બને ત્યારે લેવામાં આવતા જરૂરી પગલાઓ અંગે ગ્રામસભા દ્વારા જાગૃત કરવા અને તંત્ર સાથે સંકલન સાધવા અને ત્વરિત પગલા લેવા સાથ સહકાર આપવા અંગે જાણકારી આપી હતી.મોકડ્રીલ બાદ જે.કે.પેપરમીલના ઓબઝવરશ્રી દ્વારા રિવ્યુ કરી અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના બને તો કેવી રીતે પહોંચી વળવુ તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application