Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝારખંડમાં બની મોબ લિન્ચિંગની ઘટના : ભીડે યુવકને મારમારી અને કુહાડીથી કાપીને હત્યા કરી

  • October 04, 2022 

ઝારખંડમાં ફરી એક વખત મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે જેમાં લગભગ એક ડઝન લોકોની ભીડે યુવકની કુહાડીથી કાપીને હત્યા કરી નાખી છે. ત્યારબાદ આરોપીઓની ધરપકડની માંગને લઈને મૃતકના પરિવારજનોએ ખૂબ જ હંગામો કર્યો હતો. વધુમાં જણાવી દઈએ કે, ગુમલા જિલ્લાનાં જરી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગોવિંદપુર પંચાયતનાં તિગરા ગામનાં રહેવાસી 32 વર્ષીય એજાઝ ખાનની ભીડે લાકડી, ડંડા અને લાતો મારીને હત્યા કરી નાખી હતી. જ્યાં આ મોબ લિન્ચિંગની ઘટના બની તે ઝારખંડ અને છત્તીસગઢની સરહદ છે. મૃતક યુવક એજાઝ પર ગુમલા જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કેસ દાખલ છે.




પોલીસનું કહેવું છે કે, મૃતક ચોરી સહિત અન્ય કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો છે. તેના પર ગુમલા જિલ્લાના જારી પાલકોટ અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં અનેક કેસ દાખલ છે. એઝાઝની હત્યાનો આરોપ છત્તીસગઢના યુવકો પર લાગ્યો છે. જોકે આ સમગ્ર હત્યાકાંડ પર પોલીસ કંઈ પણ બોલવાથી બચી રહી છે. મૃતક યુવકના ભાઈ સરવરે જણાવ્યું કે, એજાઝ છત્તીસગઢના પતરાતોલીમાં ગયો હતો. ત્યાં કેટલાક યુવકો સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો તે જ યુવકોએ એજાઝને લાકડીઓ અને ડંડા વડે માર મારીને તેની હત્યા કરી નાખી હતી.




જોકે એજાઝની બાઈક પણ છત્તીસગઢના પતરાતોલીમાં બળેલી હાલતમાં મળી આવી છે. મૃતકોના પરિજનોનો આરોપ છે કે, છત્તીસગઢનાં આઠ-દસ યુવકોએ પહેલા એજાઝને લાકડીઓ વડે માર મારીને ઘાયલ કર્યો હતો. આ પછી તેને હેન્ગર વડે કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. તેના બંને હાથ પણ તૂટી ગયા છે. અહીં મૃતક યુવક એજાઝની હત્યાની માહિતી મળતાં જ તેના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને લાશ ઉપાડવાની ના પાડી હતી.




જેથી સંબંધીઓ આરોપીઓની ધરપકડ અને ગુમલા એસપીને સ્થળ પર બોલાવવાની માંગ કરી રહ્યા હતા. મોડી રાત સુધી મૃતદેહ ઘટના સ્થળે પડી રહ્યો હતો, જોકે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આગમન અને સંબંધીઓને આરોપીની ધરપકડની ખાતરી આપતાં પરિવારજનોનો ગુસ્સો શમી ગયો હતો. ઝારખંડમાં મેબ લિન્ચિંગની ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે સખત કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ તેનાથી મોબ લિન્ચિંગની ઘટનાઓમાં કોઈ ઘટાડો નોંધાય રહ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application