મતદારોની સહભાગિતા દ્વારા મતદાર નોંધણી વધે અને આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ તથા યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવે અને મતાધિકાર અંગે જાગૃત થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા મહત્ત્વના એવા શિક્ષણ નિયામક, ટેકનિકલ શિક્ષણ નિયામક અને સમગ્ર શિક્ષા સંગઠન, પ્રાથમિક શાળા નિયામક સાથે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા MoU કરવામાં આવ્યા.આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વધુ સંખ્યામાં યુવાનોની સહભાગિતા વધે અને મહત્તમ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન નિયામક કચેરીઓ દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application