Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિઝોરમ : આઈઝોલમાં લાગુ કરાયેલુ આંશિક લોકડાઉન 18 સપ્ટેમ્બર સુધી લંબાવાયુ

  • September 06, 2021 

મિઝોરમ સરકારે આઈઝોલ નગર નિગમ વિસ્તારમાં આંશિક લૉકડાઉન અને રાજ્યના અન્ય ભાગોમાં કોવિડ સંબંધિત કેટલાક પ્રતિબંધોને 18 સપ્ટેમ્બર સુધી વધારી દીધા છે. જોકે, પ્રતિબંધોમાં કેટલીક ઢીલ પણ આપવામાં આવી છે. એક અધિકારીએ ગતરોજ આ જાણકારી આપી. તેમણે કહ્યુ કે કોવિડ પ્રતિબંધો સાથે સંબંધિત એક આદેશ જારી કરવામાં આવ્યો કેમ કે 20 ઓગસ્ટે લગાવવામાં આવેલા પ્રતિબંધ શનિવાર સુધી પ્રભાવી હતા. અધિકારીએ કહ્યુ કે, એએમસી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની અનુમતિ આપવામાં આવી નથી જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં કોવિડ મુક્ત વિસ્તારમાં સ્કુલ અને કોલેજોને પ્રત્યક્ષ કક્ષાઓ ફરીથી શરૂ કરવાની અનુમતિ આપવામાં આવી છે. આઈઝોલ શહેરની બહાર કોવિડ મુક્ત વિસ્તારમાં પૂજા સ્થળોને ફરીથી ખોલવાની અનુમતિ આપવામાં આવી છે.

 

 

 

 

મિઝોરમમાં સોમવારે કોવિડના 1330 નવા કેસ સામે આવ્યા છે જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 64,228 થઈ ગઈ. છેલ્લા 24 કલાકમાં બે વધુ દર્દીના મોત બાદ મૃતકની સંખ્યા વધીને 224 થઈ ગઈ. નવા સંક્રમિત દર્દીઓમાં વધારે બાળકો છે. આઈઝોલમાં સંક્રમણના સૌથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. મિઝોરમમાં હવે 10,538 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

 

 

 

 

ભારતમાં કોવિડના 38,948 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 30 લાખ 27 હજાર 621 થઈ ગઈ. 219 વધુ લોકોની સંક્રમણના કારણે મોત બાદ મૃતક સંખ્યા વધીને 4 લાખ 40 હજાર 752 થઈ ગઈ. છેલ્લા 167 દિવસમાં સામે આવેલા સંક્રમણથી મોતના આ સૌથી ઓછા કેસ છે અને 48 દિવસ બાદ કોવિડ મૃત્યુ દર પણ ઘટીને 1.33 ટકા થઈ ગઈ છે. આંકડા અનુસાર, દેશમાં 23 માર્ચે એક દિવસમાં કોવિડ-19થી 199 લોકોના મોત થયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application