Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિશનરીઝ ઓફ ચેરિટી : મધર ટેરેસાના સંગઠનને ફરી મળ્યું એફસીઆરએ લાઈસન્સ

  • January 08, 2022 

મધર ટેરેસાની મિશનરીઝ ઓફ ચેરિટી માટેના એફસીઆરએ લાઈસન્સને શનિવારે ફરી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યું છે. વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA)ની વેબસાઈટના અહેવાલ પ્રમાણે ગૃહ મંત્રાલય તરફથી લાઈસન્સનું નવીનીકરણ અસ્વીકાર કરવામાં આવ્યું તેના 2 સપ્તાહ બાદ તેને ફરી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એફસીઆરએ અંતર્ગત બિનસરકારી સંગઠનોના રજિસ્ટ્રેશન પ્રમાણપત્રોની માન્યતા આગામી વર્ષના માર્ચ મહિના સુધી લંબાવી દીધી હતી. સરકારી નોટિફિકેશન પ્રમાણે આ માન્યતાનો લાભ મિશનરીઝ ઓફ ચેરિટી જેવા સંગઠનોને નહોતો મળવાનો. જોકે હવે ફરી તેની માન્યતા પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા લાઈસન્સ અપગ્રેડ ન કરવામાં આવ્યું તેને લઈ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકારની ટીકા કરી હતી. લાઈસન્સ પુનઃસ્થાપિત થયા બાદ તેમણે ટ્વિટ કરી હતી કે, મધર ટેરેસાની મિશનરીઝ ઓફ ચેરિટીને એફસીઆરએ રજિસ્ટ્રેશન પાછું મળી ગયું છે. પ્રેમની શક્તિ 56 ઈંચની છાતી કરતાં વધારે મજબૂત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application