નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ દેવ મોગરા માતાજીના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે દેવમોગરા ખાતે મેળામાં પોલીસનો માનવીય અભિગમ બહાર આવ્યો હતો. મેળામાં ગુમ થનાર ઈસમોને પોલીસે શોધી કાઢી તેમના વાલી વારસો સાથે મિલન કરાવીને પરીણામલક્ષી કામગીરી કરવા સૂચનો અપાયા હતા.
જે અનુસંધાને સી.ડી.પટેલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન અને દેડિયાપાડાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.જે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના મેળામાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર, તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યો હતો. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું હતું. ભારે ભીડના કારણે કુલ ૮ બાળક તેમના વાલીઓથી વિખુટા પડી જતાં વાલીઓ ચિંતાતુર થયા હતા. ફરજ ઉપરના પોલીસ દ્વારા ખોવાયેલા બાળકોને ભારે ભીડમાંથી શોધી કાઢવા પ્રયાસ હાથ ધરી વિખુટા પડી ગયેલા બાળકોને ત્વરીત સમયમાં શોધી કાઢીને તેમના વાલીઓ સાથે મિલન કરાવ્યું હતું. ખોવાયેલા બાળકને તેના વાલી સાથે મિલાપ કરાવી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application