સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત પીએસઆઈએ લીંબાયત વિસ્તારની ચાર સંતાનોની માતા એવી 42 વર્ષીય પરપ્રાંતીય મહિલા સાથે ચાર મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં લીંબાયત વિસ્તારમાં રહેતા ચાર સંતાનના પિતા એવા શ્રમજીવીની 42 વર્ષીય પત્ની (કવિતા) નામ બદલ્યું છે,એ પુત્રને નવ વર્ષ અગાઉ તે સમયે લીંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી.એચ.વાઘેલા સાથે ઓળખાણ થઈ હતી. પત્ની ટિફિન સર્વિસનું કામ કરતી હોય અને પીએસઆઈ વાઘેલા એકલા રહેતા હોય કવિતા પાસે ક્યારેક ટિફિન મંગાવતા હતા તો ક્યારેક ઘરે જમવા પણ આવતા હતા. આમ તેમનો કવિતા સાથે ઘર જેવો સંબંધ હતો. વર્ષો સુધી આવા સંબંધ રહ્યા બાદ પીએસઆઈ નિવૃત્ત થયા હોવા છતાં પત્ની ના ઘરે આવતા હતા.દરમિયાન,ગત 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન કવિતા ના બે બાળકો બહારગામ ફરવા ગયા હતા.જયારે એક બાળક 8 મી ની રાત્રે માસીના ઘરે ગયો હતો. તેના પતિ પણ નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા. ત્યારે નવમીની મળસ્કે પાંચ વાગ્યે પીએસઆઈ વાઘેલા કવિતા ના ઘરે આવ્યા હતા અને અંદરના રૂમમાં સુતેલી કવિતા ની બાજુમાં સુઈ જઈ અડપલાં કરતા તે જાગી ગઈ હતી. પીએસઆઈ વાઘેલાએ પત્ની સાથે દુષ્કર્મ આચરી કેસ કરવાની અને કોઈને જાણ કરી તો જોઈ લેવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.બદનામીની બીકે કવિતા એ તે સમયે કોઈને જાણ કરી નહોતી.જોકે, બાદમાં પતિ અને બાળકોને જાણ કર્યા બાદ ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application