વ્યારાના ચાર યુવકો માંડવી તાપી નદી કિનારે રિવરફ્રન્ટ પર કાર સાથે નદીમાં ખાબક્યા હતા. ચારેય યુવકોનો ચમત્કારીક બચાવ થયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા ખાતે રહેતા વિશાલ માવાણી, નિશાંત કામલે, ચંદુ દાખરા અને કમલ લુઠરે ગુરૂવારના રોજ ઈકો કાર લઈને સુરત જિલ્લાના માંડવી ખાતે કામ અર્થે આવ્યા હતા કામ પુર્ણ કરી તેઓ તાપી નદીના રિવરફ્રન્ટ પર ફરવા ગયા હતા આ દરમ્યાન તેઓ કારને વાળી રહી હતા તે સમયે કારનું એકસેલેટર ચોટી જતા કાર બેકાબુ થઈ સીધી તાપી નદીમાં ખાબકી હતી. નસીબ જોગ ચારેય યુવકો સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા બાદમાં માંડવી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી કારને બહાર કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application