ઘટના અંગે મળતી વિગતો મુંબઈથી કન્ટેનર ન. MH-46-H-4753ના સમાન ભરીને સુરત તરફ કન્ટેનર ચાલક અજય મહાદેવ ઓડ જઈ રહ્યો હતો. જે દરમ્યાન ગુંદલાવ હાઇવે આવતા કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર ઉપર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં સુરતથી વલસાડ મેડિકલ કોલેજમાં આવી રહેલા પ્રોફેસરની કાર ન. GJ-05-RG-4205 ઉપર કન્ટેનર પલ્ટી ગયું હતું. અકસ્માતમાં કાર છૂંદાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં કારમાં ફસાયેલા કાર ચાલક અને કન્ટેનર ચાલકને બહાર કાઢી 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્ત કન્ટેનર ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે રૂરલ પોલીસની ટીમને જાણ થતાં રૂરલ પોલીસે તાત્કાલિક અકસ્માતમાં પલ્ટી ગયેલ કન્ટેનરને ક્રેઇનની મદદ વડે દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતથી વલસાડ આવી રહેલા પ્રોફેસર ગૂગલ મૅપ ઉપર વલસાડ GMERS જાવા માટે કઈ ચોકડીથી વળવાનું તે મૅપમાં જોઈ રહ્યા હતા તે દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક મેડિકલ કોલેજના પ્રોફેસરનો ચમત્કારિક બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application