ઉચ્છલનાં વડપાડાભીંત ગામ બહાર હાઈવેની સાઈડ ઉપર ઊભી હતી ત્યારે સગીરાને બોલેરો પીકઅપ ટેમ્પોએ અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી બાળાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના વડપાડાભીંત ડેરી ફળિયાના રહીશ વનીતાબેન સુનીલભાઈ ગામીતની તારીખ ૨૯નાં રોજ પિતા વહેલી સવારે લાકડા કાપવાની મજૂરી કામ અર્થે તેમજ માતા વનીતાબેન પોતાના મોટા ભાઈના ટ્રેક્ટરમાં ઘાસચારો કાપવા મહારાષ્ટ્રના કેવડીપાડા ગામે જતા રહ્યા હતા. તે સમયે ઘરે ત્રણેય સંતાનો ઘરે જ હતા.
તે દરમિયાન દીકરી યામિની જેની ઉમર આશરે ૧૫ વર્ષની છે તે ઘરેથી દુકાને જવા માટે નીકળી હતી. ત્યારે રોડની બાજુમાં ઊભી હતી. તે દરમિયાન સોનગઢ તરફથી એક બોલેરો પીકઅપ ટેમ્પો ચાલક રોડની સાઈડે ઊભેલી સગીરાને અડફેટે લઇ ફરાર થઈ ગયો હતો. જોકે રોડ ઉપર પટકાયેલી યામિનીને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે ફેક્ચર સહિતની ગંભીર ઈજા થતા તાત્કાલિક ૧૦૮માં ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા પરંતુ ગંભીર ઈજાને લઈને સગીરાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટેમ્પોના ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે માતા વનીતાબેન ગામીતે ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application