વાંસદા તાલુકાના બોરીયાછ ગામના પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ કાળીદાસભાઈની ૧૫ વર્ષની દીકરી રિદ્ધિબેન રાજેષભાઈ ચવધરી જે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. તારીખ ૦૪ નારોજ રાજેષભાઈ પોતાના પડોશમાં રહેતા કાકા બાબુભાઈના ઘરે દેવ (કંસરી)ના કાર્યક્રમમાં સહ પરિવારે ગયા બાદ બીજા દિવસે સવારે રાજેશભાઈ અને તેમના પત્ની કાકાને ત્યાં વાસણ સાફસફાઈ કરવા ગયા હતા.
પરત આવતા ઘરના આંગણામાં પોતાની દીકરી રિદ્ધિને ઊલટી કરતા જોતા તેને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, મારાથી ભૂલથી ઝેરી દવા પીવાઈ ગઈ છે. તેમ કહેતા તેણીને પ્રાથમિક સારવાર અર્થે વાંસદાની શિવમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એકાદ કલાક બાદ તેણીને શિવમ હોસ્પિટલમાંથી રજા લઈ રાણી ફળિયાની શ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેણીએ ઝેરી દવા પી લીધી હોઈ જે દવા અત્યંત ઝેરી હોઈ સારવાર દરમિયાન ગત તારીખ ૦૮-૦૧-૨૦૨૫ નારોજ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application