Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આયુષ મંત્રાલય સામાન્ય વીમા કંપનીઓ અને આયુષ હોસ્પિટલ માલિકો માટે સંવેદના કાર્યક્રમનું આયોજન કરશે

  • May 27, 2024 

વીમા ક્ષેત્ર વચ્ચે ઊંડી સમજણ અને જોડાણને પ્રોત્સાહન આપવા તથા તમામ નાગરિકો, આયુષ હોસ્પિટલો અને હેલ્થ કેર પ્રોવાઇડર્સને વાજબી ખર્ચે આયુષ હેલ્થ કેર સુવિધાઓ પ્રદાન કરવા ભારત સરકારનાં આયુષ મંત્રાલયે સંવેદનશીલતા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ખાસ કરીને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓની એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમો અને આયુષ હોસ્પિટલોનાં માલિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 27 મે, 2024ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, નવી દિલ્હી ખાતે યોજાશે.


આ કાર્યક્રમનો હેતુ માત્ર લોકો માટે આયુષ સારવારની સુલભતા અને સામર્થ્યને વધારવાની છે, આખરે સમગ્ર દેશમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે, પણ સાથે સાથે ભારતમાં વીમા કવચ માટે સરકારી અને ખાનગી આયુષ હોસ્પિટલોની પેનલમાં પણ સુવિધા પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ આરોગ્ય વીમા યોજનાઓમાં આયુષ સારવારને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જરૂરી નિયમનકારી માળખા અને નીતિગત સહાયની ચર્ચા કરશે તથા પડકારો અને તકો એમ બંનેનું સમાધાન કરવા મુખ્ય હિતધારકો વચ્ચે સંવાદની સુવિધા આપશે.


ચર્ચાના અન્ય મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે–આયુષ ક્ષેત્રમાં વીમા કવચ, સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટગાઇડલાઇન્સ (એસટીજી) અને વીમા ક્ષેત્ર માટે આઇસીડીકોડ્સ, વીમા ક્ષેત્રમાં આયુષનો પ્રવેશ, આયુષ હોસ્પિટલની એઆઇઆઇએની સંભવિત, સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ, રોહિણી પ્લેટફોર્મ પર આયુષ હોસ્પિટલોનુંઓન બોર્ડિંગ, વીમા કવચ માટે આયુષ હોસ્પિટલની પેનલસહિતના છે. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના વીમા માટેના નિષ્ણાતોના કોર ગ્રુપના ચેરમેનપ્રો. બેજોનકુમાર મિશ્રા, આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ.કુસ્તુભા ઉપાધ્યાય, ડીજીએચએસના ડીજીજી ડૉ.એ.રઘુ, આયુર્વૈદ હોસ્પિટલ શ્રી રાજીવ વાસુદેવન, પ્રોફેસર આનંદરામનપી.વી., શ્રી મુકુંદ કુલકર્ણી હેડ હેલ્થ, એઆઈઆઈએ માંડી એમએસ ડો.અલકા કપૂર, સીટીઓ, આઈઆઈટીઆઇ શ્રી યોગાનંદતડેપલ્લી અને જીઆઈસી શ્રી સેગર સંપતકુમાર મુખ્ય વક્તા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application