તમિલનાડુના વિદ્યુત અને નશાબંધી વિભાગના મંત્રી વી. સેન્થીલ બાલાજીની આજે (બુધવારે) વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડીએ) કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી, અને તેઓને પૂછપરછ માટે ઈડીના સ્થાનિક મુખ્ય મથકે લઈ જવાતાં તેઓએ અચાનક જ છાતીમાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી અને તુર્તજ બેભાન બની ગયા હતા. આથી ઈડીએ તેઓને તમિલનાડુ સરકારની મલ્ટી સુપર સ્પેશ્યાલિટીમાં દાખલ કર્યા હતા.
આ પછી તેઓની કોરોનરી એન્જિયોગ્રાફી કરવામાં આવી ત્યારે ઓમાનદુરાર સ્થિત આ હોસ્પિટલના તબીબોએ તેઓને બાયપાસ સર્જરી કરવી પડશે તેમ જણાવ્યું હતું.વી.એસ. બાલાજીને હોસ્પિટલમાં લઈ જવાયા છે તેમ જાણતા ઘણી મોટી સંખ્યામાં ડીએમકેના સભ્યો અને સમર્થકો હોસ્પિટલ પહોંચી ગયા હતા.એક રહસ્યમય વાત તે પણ જાણવા મળી છે કે બે એક દિવસ પૂર્વે અમિત શાહ જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે જ 'પાવરકટ' થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે બાલાજી તમિલનાડુ સરકારમાં વિદ્યુત અને નશાબંધી વિભાગના મંત્રી છે.આ પછી એક મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ તેઓના મંત્રાલય તેમજ તેઓના નિવાસસ્થાને દરોડા પાડયા હતા તે પછી તેઓને વધુ પૂછપરછ માટે ઈડીની સ્થાનિક ઓફીસે લઈ જવાના હતા ત્યારે તેઓએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેથી રાજ્યના મુ.મંત્રી સ્ટાલિને જ ભાજપની કેન્દ્ર સરકાર ઉપર વૈર-વૃત્તિનો પ્રયાસ કરી ઉગ્ર પ્રહારો કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે આ રીતે બીવડાવવાની નીતિ નહિ ચાલે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500