સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ડ્રીમ્સ દ્વારા આયોજિત ‘ટેક્ષ્ટાઈલ ઉત્સવ-૪૩’ની ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ વિવિધ સ્ટોલના એક્ઝિબીટર્સ સાથે સંવાદ કરી તેમના ઉત્પાદનો અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશન યોજવા જરૂરી હોય છે. એક્ઝિબિશનો વ્યાપારની મોટી તકો આપતા આગવા પ્લેટફોર્મ સમાન છે. જ્યાં લાર્જ સ્કેલ પર નવા બાયર્સ મળે છે, અને સપ્લાયરની સાથે સ્થળ પર જ મિટીંગ પણ કરી શકાય છે.
બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરવા સાથે જ્ઞાન વધારી શકાય છે. એક્ઝિબિશનની વિવિધ પ્રોડકટસ વિશે માહિતીના આધારે ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનોને વધુ બહેતર બનાવી શકે છે. બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એક્ઝિબિશન જરૂરી છે, ત્યારે ‘ટેક્ષ્ટાઈલ ઉત્સવ-૪૩’ થકી કાપડ ઉદ્યોગકારોને નવી દિશા મળશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે સુરત ડ્રીમ્સની ટીમ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓ અને એક્ઝિબીટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500