ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. અમદાવાદ, બરોડા, સુરતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. ગૃહમંત્રીને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રદીપસિંહ જાડેજાને કોરોના થયાં બાદ તેમની ઓફિસમાં પણ સંક્રમણ ફેલાયુ હોવાની વિગતો આવી રહી છે.
ગૃહપ્રધાનને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણ છે. હાલ સાવચેતી સાથે તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં છે.
ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી સૌને આગ્રહભરી વિનંતી છે કે, હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500